જૂનાગઢમાં મહિલાએ ઘરમાં દારૂનો બાર ખોલ્યો, આઠ પીધેલાઓ ઝડપાયા
જૂનાગઢમાં મહિલાએ ઘરમાં દેશી દારૂૂની દુકાન ખોલી નાખી હતી પરંતુ પોલીસે રેઇડ 8 યુવાનને લીધેલા ઝડપી લઇ દેશી દારૂૂ કબજે લીધો હતો. શહેરમાં પ્રદિપના ખાડિયા બોર્ડિંગ વાસમાં રહેતી હંસા મંગળભાઈ પરમાર પોતાના મકાને બહારથી માણસો બોલાવી અને તેમને દેશી દારૂૂ સહિતની સુવિધા પૂરી પાડી દેશી દારૂૂ પીઠું ચલાવતી હોવાની બાતમી મળતા એ ડિવિઝનના પી.આઈ બી. બી. કોળીના માર્ગદર્શનમાં પીએસઆઇ વાયર સોલંકીની ટીમે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી દારૂૂની મહેફિલ માણતા નરેશ ઉર્ફે ટેટીયો રવજી સોંદરવા-કડીયાવાડ, શંભુ મોહન નાદપરા-નવા ભવનાથ, દિપક ગીરધર પરમાર-જુના જોષીપરા, કલ્પેશ મહેન્દ્ર ચુડાસમા- ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોની, ભરત ધીરૂૂ નાયક-નવા ભવનાથ, નૈમીષ હમીર મકવાણા-કડીયાવાડ તથા રાજેન્દ્ર ભીખુ વાઘેલા- જોષીપરાને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા અને મહિલાને ત્યાંથી 3 લીટર દેશી દારૂૂ, દારૂૂ વેચાણના રૂૂપિયા 700 સહિત રૂૂપિયા 1,300નો મુદ્દામાલ કબજે કરી મહિલા સામે કાર્યવાહી કરી હતી.