જૂનાગઢમાં શિક્ષક દારૂના નશામાં કચેરીએ પહોંચ્યો, પોલીસે પકડી લોકઅપમાં પૂર્યો
જુનાગઢ જિલ્લા શિક્ષક સમિતિ કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક શાળા દુધાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પરિતકુમાર કનેરીયા (39) દારૂૂના નશામાં કચેરીમાં પહોંચ્યા હતા. ઇન્કવાયરીના કામ માટે આવેલા શિક્ષકની હાલત જોઈને કચેરીના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. સી-ડીવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય સહિત અન્ય અધિકારીઓએ શિક્ષકની નશાયુક્ત સ્થિતિ અંગે પોલીસને માહિતી આપી હતી.પોલીસે આરોપીની તપાસ કરતા તેમની આંખો લાલ હતી અને શરીરમાંથી દારૂૂની તીવ્ર ગંધ આવતી હતી. આરોપીએ સ્વીકાર્યું કે તેમની પાસે દારૂૂ પીવાની કોઈ પરમિટ નથી. પોલીસે Gujarat Prohibition Actની કલમ 66(1)(બ) હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.
આ ઘટનાએ શિક્ષણ વિભાગમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે. એક શિક્ષક દ્વારા સરકારી કચેરીમાં નશાયુક્ત સ્થિતિમાં હાજર રહેવું એ ચિંતાજનક બાબત છે. પોલીસ હવે આ કેસની આગળની કાર્યવાહી કરી રહી છે.