ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢમાં સગા બાપનું પાંચ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ, મદદ માગી તો પાડોશીએ પણ હવસનો શિકાર બનાવી

01:24 PM Aug 20, 2025 IST | Bhumika
Advertisement

જૂનાગઢ શહેરમાં પિતા-પુત્રીના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. દીકરી 10 વર્ષની હતી ત્યારથી જ પિતા દુષ્કર્મ આચરતો રહ્યો. પીડિતા 15 વર્ષની થઈ અને હિંમત કરી મદદ માટે પાડોશીનો સંપર્ક કરી પિતાની કરતૂત વિશે જણાવતા પાડોશીએ મદદ કરવાને બદલે પીડિતાની નિર્દોષતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, આ મામલો 181 મહિલા હેલ્પલાઈન સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે પીડિતાનું કાઉન્સેલિંગ કરી નિવેદન નોંધ્યું હતું. પિતા તથા પાડોશી બંને સામે પોક્સો એક્ટ તથા બીએનએસની કલમ 64 અને 65 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાની માતા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પિતાએ એકલતાનો લાભ લઈને 10 વર્ષીય દીકરી પર પહેલીવાર દુષ્કર્મ આચર્યું અને સતત પાંચ વર્ષ સુધી આ કૃત્ય ચાલુ રાખ્યું હતું. પીડિતાએ 15 વર્ષની ઉંમરે હિંમત પૂર્વક પાડોશીને વાત જણાવી ત્યારે મદદ કરવાની જગ્યાએ પાડોશીએ પણ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું.ઉુજઙ હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, પીડિતાની ફરિયાદને આધારે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મામલો ગંભીર હોવાથી ઈઠઈ અધિકારીઓ, મહિલા પોલીસ, સામાજિક કાર્યકર્તા અને સરકારી પંચોની હાજરીમાં આગળની તપાસ હાથ ધરાઈ રહી છે.

Tags :
crimegujaratgujarat newsJUANGADHjuangadh newsrape case
Advertisement
Next Article
Advertisement