જૂનાગઢમાં મહિલા ફોજદારે જ કાયદાના લીરા ઉડાવ્યા
પોલીસ ડિપાર્ટમેન્ટના નાના માણસ સાથે સહાનુભૂતિથી વર્તવાના બદલે અહંકારથી છલોછલ મહિલા અધિકારીએ ડિપાર્ટમેન્ટ ને લાંછન લગાડે તેવુ કર્યુ વર્તન ફર્યાનો સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો સામે જુનાગઢ ટ્રાફિક વ્યવસ્થા માટે ફરજ બજાવતા એક ટ્રાફિક બ્રિગેડ દ્વારા એક મહિલાને રોંગ સાઈડ માંથી આવતા અટકાવતા અને તેને આ બાબતે આવું ન કરવા ટપારતા આ મહિલાએ ટ્રાફિક બ્રિગેડના જવાનને રિતસર તતડાવ્યો હતો પોતે એક પોલીસ અધિકારી હોવાનો રોફ જમાવી પોતાનો પ્રોબેશનલ પિરિયડના પોલીસ ઇન્સ્પેક્ટર હોવાનું ઓળખાણ બતાવી ઉપલા અધિકારીઓ સાથે વાતચીત કરી લેવા દમદાટી માર્યા હતા ગભરાયેલા ટ્રાફિક બ્રિગેડ ના જવાને ઓળખતા ન હોય બેન બેન કહી રજૂઆત કરી હતી.
પરંતુ બેનનો બાટલો ફાટી ગયેલો હતો તેમણે સ્પષ્ટ શબ્દોમાં બ્રિગેડના જવાનને કહી દીધું હતું કે બહેન નહીં સાહેબ કહી વાત કર ગામડે જાણે તેમને બહેન શબ્દ પોતાના હોદા ને અનુરૂૂપ સાહેબ શબ્દની સમકક્ષ નાનો લાગતો હોય પરંતુ આ મહિલા અધિકારી નું વર્તન નજરે જોનારા રાહદારીઓ જોઈને આશ્ચર્યચકિત થયા હતા ડીસી પ્લેન અને સેવામાં માનનાર પોલીસ વિભાગમાં આવા અધિકારીઓ પણ હશે ? અને આ અધિકારી હજુ તો પ્રોબેશનલ પિરિયડમાં હતા જ્યારે આ અધિકારીઓ સિનિયર અધિકારી થાય ત્યારે તેમનું વર્તન ડિપાર્ટમેન્ટ ના નાના માણસો માટે આવવું હોય તો સામાન્ય લોકો માટે કેવું હશે એવા સવાલો રાહદારીઓમાં ઉઠ્યા હતા ઉચ્ચ અધિકારીઓ આ વીડિયોની નોંધ લઇ મગજમાં સતત પોલીસ અધિકારી તરીકે નો તાવ રાખનાર આ મહિલા અધિકારીને ડિસિપ્લિન ના પાઠ ભણાવે તેવી પ્રબળ લોક માં ઉઠવા પામી છે.