For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં 400 ટકા નફાની લાલચમાં મહિલા બેંક મેનેજરે 23.77 લાખ ગુમાવ્યા

11:46 AM Jun 05, 2025 IST | Bhumika
જૂનાગઢમાં 400 ટકા નફાની લાલચમાં મહિલા બેંક મેનેજરે 23 77 લાખ ગુમાવ્યા

ગઠિયાએ ફ્રોડના નાણા જમા કરાવતા બેંક મેનેજરનું ખાતું હૈદરાબાદ પોલીસે ફ્રીઝ કરી દીધું

Advertisement

જૂનાગઢમાં રહેતા અને મજેવડીમાં ફરજ બજાવતા બેંક મેનેજરે શેરબજારમાં 400 ટકા નફો કમાવાની લાલચમાં 23.77 લાખ રોકાણ કર્યું હતું. આ ગઠિયાઓએ શરૂૂઆતમાં પાંચ લાખના પ્રોફિટની રકમ જમા કરાવી હતી પરંતુ આ રકમ સાયબર ફ્રોડની હોવાથી બેંક મેનેજરનું એક એકાઉન્ટ હૈદરાબાદ પોલીસે ફ્રીઝ કરી દીધું હતું. આ બનાવ અંગે અરજી થઈ હતી જેના આધારે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે અજાણ્યાં શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલા હરિઓમ નગરમાં રહેતા અને મજેવડીમાં આવેલી એસ.બી.આઈ.માં મેનેજર તરીકે ફરજ બજાવતા એકતાબેન પ્રકાશગીરી ગોસ્વામી (ઉ.વ. 40)માર્ચ 2024માં ગૂગલ ક્રોમ પર પૈસા ઇન્વેસ્ટ કરવા સર્ચ કરતા તેમાં એક વેબસાઈટ પર ક્લિક કરતા તેમાં બેરિંગ એપનું ફોર્મ ઓપન થયું હતું. જેમાં 400 ટકા પ્રોફિટ એવું લખેલું હતું. એકતાબેને આ ફોર્મ પોતાની વિગતો ભરી સબમીટ કર્યું હતું. તા.22-3-2024 ના તેનો નંબર વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો. જેના ગ્રુપ એડમિન તરીકે કુલદિપ આસિ. અને અન્ય અજાણ્યાં નંબરના ધારકો હતા.

Advertisement

ગ્રુપ એડમીન અવારનવાર અલગ ટિપ્સના મેસેજ આપતા હતા. બાદમાં બીએસએસ ટીએફ નામની એપ ડાઉનલોડ કરાવી આ એપ મારફત ટ્રેડીંગ કરશો તો 400 ટકા પ્રોફિટની લાલચ આપવામાં આવી હતી. એકતાબેને એલ ઓપન કરી રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. હોમપેજના મેનુમાં આઇપીઓ, નિફટી, સેન્સેક્ષ, સેન્સેક્ષ 50 ઓપ્શન લખેલું હતું. કસ્ટમર સવસ વાળા જે વિગતો આપતા હતા તે મુજબ એપ મારફતે તા. 12થી 22 એપ્રિલ દરમ્યાન 4.21 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તા.25 એપ્રિલના 79 હજારના પ્રોફિટ સાથે 5 લાખ જમા થયા હતા. આ પૈસા જમા થતા એકતાબેનને વિશ્વાસ આવી ગયો હતો અને તેઓએ 12 એપ્રિલથી 23 મે સુધીમાં કુલ 23.77 લાખ રૂૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાડ વિથ ડ્રો કરવાના અલગ અલગ ચાર્જના બહાને વધુ પૈસા ભરવાની માંગ કરવામા આવી હતી પરંતુ એકતાબેન પાસે વધુ રૂૂપિયાની વ્યવસ્થા ન હોવાથી તે રકમ ભરી ન હતી અને વધુ રૂૂપિયા ભરવાથી જ જમા રકમ પરત આપશે એમ કહેતા હોવાથી એકતાબેનને પોતાની સાથે ફ્રોડ થયાની શંકા ગઈ હતી.તેણે તે સમયે સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ કરી હતી.

એકતાબેનના એક્સીસ બેંકનું એકાઉન્ટમાં શરૂૂઆતમાં પ્રોફિટ સાથે 5 લાખ જમા થયા હતા એ રકમ સાયબર ફ્રોડની હોવાથી હૈદરાબાદના રચાકોંડા સાયબર પોલીસે ફ્રીઝ કરી દીધું હતું જેનો મેલ પણ આવ્યો હતો. આ સમગ્ર મામલે આજે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે બેંક મેનેજર એકતાબેન ગોસ્વામીની ફરિયાદના આધારે અજાણ્યાં શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આમ, શેરબજારમાં 400 ટકા પ્રોફિટની લાલચમાં મહિલા બેંક મેનેજરે 23.77 લાખ ગુમાવવા પડયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement