મોરબીના જેતપુરમાં પરિવાર સાથે ઝઘડો કરી યુવાનને ધમકી આપી 6 લાખની લુંટ
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ડર બતાવી કુલ રૂૂપિયા 6,04,000 ની લુંટ કરી લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા જયકુમાર સુરેશભાઈ અમૃતીયા (ઉ.વ.25) એ આરોપી પંકજભાઈ ચમનભાઈ ગોઠી રહે. હળવદ તથા બે અજાણ્યા ઈસમો વિરૂૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી પંકજભાઈ તથા બે અજાણ્યા ઇસમો ફોરવ્હીલ કાર લઇ ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીના માતા તથા ભાઇ સાથે ઝઘડો કરી ભુંડા બોલી ગાળો આપી તેમજ ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની માલિકીની મારૂૂતી સુઝુકી ફ્રોક્સ ગાડી નંબર ૠઉં-36- અઙ-4447 કી.રૂૂ. 5,00,000/- તથા ગાડીમાં રાખેલ રોકડા રૂૂ.50, 000/- તથા ઓપો મોબાઇલ કી.રૂૂ. 2000/- તથા વીવો મોબાઇલ કી.રૂૂ. 2000/- તથા સેમસંગ મોબાઇલ કી.રૂૂ. 50,000/- એમ કુલ કી.રૂૂ. 6,04,000/- ની ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક ડર બતાવી લુંટ કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 309(4), 351(2)(3), 352 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
