ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જેતપુરમાં કારખાનેદારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 હજાર પડાવ્યા

10:54 AM Mar 26, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

જેતપુરમાં રહેતા કારખાનેદારને હનીટ્રેપના ફસાવવાનું કાવતરું રચી 50 હજાર રૂૂપિયા પડાવનાર જેતપુરની મહિલા સહતી પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તમામને સકંજા માં લીધા છે.

મળતી વિગતો મુજબ જેતપુરમાં નવાગઢ રામજીમંદીર પાસે, સર્વોદય સ્કુલની સામે રહેતા અને ગઢની રાંગ ઈલાહી ચોક નવાગઢ ખાતે નંદગોપાલ પ્રીંટ નામે, સાડી પ્રીન્ટીંગનું કારખાનું ચલાવતા અંકીતભાઈ જીતેન્દ્રભાઈ રાદડીયા, (ઉ.વ.30)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવીનભાઈ આંબલીયા,ઉદયભાઈ પંડ્યા માર્કેટીંગ યાર્ડ જેતપુર અંકુર ટ્રેડીંગના માલીક કીશનભાઈ રાદડીયા, રેશ્માબેન ધવલભાઈ વેકરીયા અને ધવલભાઈ વેકરીયાનું નામ આપ્યું છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ ગઈ તા. 20/03/2025ના રોજ સાંજના 6 વાગ્યે શ્રીજી સ્કુલ પાસે, અમ રનગર રોડ, જેતપુર રહેતા ભાવીનભાઈ આંબલીયાનો અંકિતભાઈ ઉપર ફોન આવેલ અને જણાવેલ કે, મારી પાસે તારી એક મેટર આવેલ છે. ભાવીનભાઈ અંકિતના મીત્ર હોય જેથી મેટર ? તેવું પૂછ્યું હતું ભાવીને કહ્યું કે તા.01/03/2025 ના રોજ સાંજના 5 ને 20 મીનીટ આસપાસ તું જેતપુરની તીર્થ હોટેલમાં રેશ્માબેન નામ છોકરીને લઈ ગયો હતો જે છોકરી તારા વિરૂૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ કરવા માંગે છે.

અંકીતભાઈએ ભાવિનને કહ્યું કે, હું કોઈ છોકરી સાથે નહી પરંતુ એકલો પણ ક્યારેય તીર્થ હોટેલમાં ગયેલ નથી અને હું કોઈ રેશ્માને ઓળખતો નથી. તમે તે છોકરીને કહી દો કે ફરીયાદ કરી દે મારા વિરૂૂધ્ધ નહીતર હું ફરીયાદ કરી દઈશ. ભાવીને કહ્યું કે ફરીયાદ નથી કરવાની મેં અત્યારે બધુ રોકાવી દીધું છે ભાવીને જણાવ્યું કે,હું તીર્થ હોટેલના સીસીટીવી ફુટેજ તપાસ કરાવી લવ છું એટલે સાચી હકિકત ખબર પડી જાશે. બાદ તે ભાવીનભાઈનો અંકિત ભાઈ ઉપર પાછો ફોન આવેલ અને જણાવેલ કે, તું તીર્થ હોટેલના સીસીટીવીમાં ચોખ્ખો દેખાય છે ત્યાર બાદ ઉદયભાઈ પંડ્યાનો ફોન આવ્યો અને તેણે પોતાની ઓળખ તીર્થ હોટેલના માલિક તરીકે આપી ભાવીનભાઈ આંબલીયા તારા સીસીટીવી ફુટેજ લઈ ગયેલ છે તું તારી રીતે તારૂૂ જે કાઈ હોય તે તેમની સાથે સમજી લેજે તેમ વાત કરી હતી. ફોન કાપી નાખેલ.

બાદ રાત્રીના ભાવીને ફરી અંકિતને ફોન જે છોકરીને તીર્થ હોટેલની રૂૂમમાં લઈ જાય છે અને તેની પાસેથી રોકડા 50 હજાર તથા એક સોનાનું બ્રેસલેટ સાડા સાત ગ્રામનું લઈ લઇ લીધું છે. અને છોકરી સાથે શરીરસંબંધ બાંધેલ છે અને છોકરી અત્યારે પ્રેગ્નેન્ટ છે. ભાવીને મને મેટર પતાવી દેવાની વાત કરી છોકરી પાસેથી જે કાંઈ લીધુ છે તે તું પાછુ આપી દેવા જણાવ્યું હતું. .જે બાબતે બન્ને વચ્ચે ત્રણ દીવસ સુધી સતત ફોન પર વાતચીત થયા બાદ ગઈકાલે તા.25/03/2025 ના રોજ સાંજે નવેક વાગ્યે જુનાગઢ રોડ માર્કેટીંગ યાર્ડ ખાતે, અંકુર ટ્રેડીંગ ખાતે 50 હજાર આપવાનું નક્કી કર્યું હતું. અંકીતભાઈ તેના કાકા પરેશભાઈ વશરામભાઈ રાદડીયા સાથે માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ અંકુર ટ્રેડીંગ ખાતે રૂૂપિયા આપવા ગયા હતા.

જ્યાં ભાવીનભાઈ આંબલીયા તથા અંકુર ટ્રેડીંગના માલીક કીશનભાઈ રાદડીયા થોડીવાર બાદ ત્યાં એક મહીલા તથા ત્રણ અજાણ્યા શખસો આવ્યા હતા. ભાવીનભાઈએ જેની ઓળખાણ કરાવી હતી આ મહિલા રેશ્માબેન વેકરીયા તેની સાથે તેનો પતિ ધવલભાઈ વેકરીયા અન્ય બે શખ્સો માં દેસાઈ વાડી જેતપુર રહેતો દીવ્યેશભાઈ પ્રફુલભાઈ ઉસદડીયા અને બીજા ભાઈ શાંતીનગર, જેતપુર રહેતો ફેનીલ અશોકભાઈ બાબરીયા હોવાનું જણાવ્યું હતું. 50 હજાર આપ્યા બાદ અંકિતે જયારે તીર્થ હોટેલના સીસીટીવી ફુટેજ બતાવવા વાત કરતા તે ફૂટેજ તેમની પાસે હતા નહી આ ટોળકીએ અંકીતભાઈને ફસાવી 50 હજાર પડાવી લેતા આ મામલે પોલીસે ગુનો નોંધી ટોળકીને સકંજામાં લીધી હતી.

Tags :
crimegujaratgujarat newsjetpurJetpur NEWSrape case
Advertisement
Next Article
Advertisement