જેતપુરમાં વેપારીએ વ્યાજે લીધેલા 10 લાખ વસૂલવા 22 લાખનું મકાન પચાવી પાડવાનો પ્રયાસ
જેતપુર માં વહન લે-વેચનું કામ કરતા વેપારીએ ધંધા માટે અમરનગરના શખ્સ પાસેથી વ્યાજે લીધેલા 10 લાખ સામે 22 લાખનું મકાન પચાવી પાડવા વ્યાજખોરે ધમકી આપી મકાન પચાવી પાડવા વીજ મીટર કાઢવી નાખી આંતક મચાવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જેતપુરના વતની અને હાલ સુરત કામરેજ, વાલક, રહેમતનગર - 61માં રહેતા જુના વાહનનો જેવા કે બસ, ટ્રેક, કાર વિગેરેની લે-વેચનો ધંધો કરતા ઇરસાદભાઈ કાળુભાઈ પઠાણે કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અગાઉ જેતપુર બાપુની વાડી પાસે બરફના કારખાના પાછળ રહેતા હોય ત્યારે તેને ધંઘો કરવા માટે સને 2022 ના ફેબ્રુઆરીમાં 10 લાખની જરૂૂરત પડતા ટ્રાવેલ્સનો ઘંઘો કરતા જેતપુરના અમરનગર રોડ આલ્ફા સ્કુલ સામે રહેતા અલ્પેશભાઇ ઉર્ફે ટોનુભાઇ નવીનચંદ્ર જયસ્વાલને વાત કરતા 2.75 ટકા લેખે 10 લાખ વ્યાજે લીધા હતા.જેમાં જમીનગીરી પેટે જેતપુર બાપુ ની વાડીમાં માતા જેતુનબેન સુલતાનભાઈ અગવાનના નામનુ મકાનનો દસ્તાવેજ અલ્પેશભાઇ ની પત્ની સુધાબેનના નામે કરી આપેલ હતો, અલ્પેશને ટુકડે ટુકડે રોકડ તથા મીત્ર બકસુખાન મજીદખાન સીપાઇના બેંક એકાઉન્ટમાંથી વ્યાજના રૂૂપીયા 2,50,000 ચુકવેલ, બાદ મીત્ર અહાનભાઇએ તેની પત્ની પાયલબેન રતન ભાઈ કશ્યપ નામને એક બસ ચેસીસ લીઘેલ હોય જે ચેસીસ ઈરસાદને વેચવા માટે આપેલ હતી.
જેથી અલ્પેશને વાત કરેલ કે મારી પાસે એક બસની ચેસીસ વેચવા માટે આવેલ છે તમો ટ્રાવેલ્સનો ધંધો કરો છો તમારે ચેસીસ ખરીદવી હોય તો તમારી મુળી તથા વ્યાજના રૂૂપીયા વળી જાય તેમ વાત કરતા આ ટોનુભાઈએ હા પાડેલ હતી અને ઈરસાદ પાસેથી બસની ચેસીસ લઈ ગયેલ હતા. બાદ ટોનુભાઇએ મને કહેલ કે, હવે મારી પાસે ચેસીસ નથી અને મકાન ખાલી કરી આપી નહિતર મને વ્યાજ સહિતની રૂૂપીયા 22 લાખ આપો તેમ વાત કરી સતત ધમકી આપવાનું શરુ કર્યું હતું. તેમજ અલ્પેશે પી.જી.વી.સી.એલ.માં અરજી કરીને ઈરસાદના મકાન માંથી વીજ મીટર કઢાવી ભાઈ ઇમરાનને ધમકી આપી હતી. જેથી આ મામલે જેતપુર પોલીસ મથક માં ઈરસાદે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.