For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરના વીજચોરીના કેસમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખ્ત કેદની સજા

01:19 PM Dec 11, 2025 IST | Bhumika
જામનગરના વીજચોરીના કેસમાં આર ઓ  પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખ્ત કેદની સજા

જામનગર માં પાવર ચોરી ના કેસ માં સ્પે .કોર્ટે બે આરોપીઓને બે વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગર માં રામનગર શેરી નં. 2 માં નગરસીમ સબ ડીવીઝન હેઠળ આવતા વિસ્તાર માં પી.જી.વી.સી.એલ. ચેકીંગ અધિકારી ધ્વારા ચેકીંગ કાર્યવાહી દરમ્યાન આરોપી ઓ નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વજશીભાઈ વસરા ના આર.ઓ પ્લાન્ટ માં ચેકીંગ કરતાં તેઓ કાયદેસર ના ગ્રાહક હોવા છતાં તેઓ ધ્વારા મીટર સાથે ચેડા કરી મીટર બાયપાસ કરી ગેરકાયદેસર રીતે ડાયરેકટ પાવરચોરી કરતાં પકડાયા હતા. જેથી કાયદેસરની કાર્યવાહી કરી નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વજશીભાઈ વસરા ને પુરવણી બીલ આપવામાં આવ્યા હતા.

Advertisement

જે અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટીની એકટની કલમ 135 અન્વયે જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનમાં બને આરોપી ઓ વિરૂૂધ્ધ ગુનો નોંધી ને ચાર્જશીટ કરવામાં આવ્યું હતુ.

આ કેસ સ્પેશ્યલ કોર્ટ માં ચાલવા પર આવતા પ્રોસી. ધ્વારા 10 સાહેદ તપાસવા માં આવ્યા હતા. તેમજ 18 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા .જે કેસ ચાલી જતાં પી.જી.વી.સી.એલ. પેનલ એડવોકેટ વકીલ રાજેશ કે વસીયર તેમજ સરકારી વકીલ ડી. આર. ત્રિવેદી ધ્વારા દલીલો કરવામાં આવેલ કે હાલ પાવરચોરી ના બનાવ દિનપ્રતિદિન વધતા જાય છે. તેમજ સમાજ ને અસર કરે તેવો ગુન્હો છે. જેથી સખ્ત સજા કરવા અંગે દલીલ કરતાં સ્પેશ્યલ કોર્ટ ધ્વારા આરોપીઓ નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વજશીભાઈ વસરા ને પાવર ચોરી ના કેસ માં 2 વર્ષ ની સખ્ત કેદ ની સજા તથા રૂૂા. 1,000 દંડ અને પી.જી.વી.સી.એલ. ને વળતર તરીકે રૂૂા. 50,000 ની રકમ 30 દિવસ માં કોર્ટમાં જમા કરાવવા આદેશ કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement