જામનગરમાં પ્રૌઢ ઉપર તેના જ ભત્રીજા સહિત ચાર લોકોનો છરી-ધોકા વડે હુમલો
જામનગરમાં જલારામ નગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ મગવાણીયા નામના 55 વર્ષના પ્રૌઢ એ પોતાના ઉપર લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરી, ઇજા પહોંચાડવા અંગે પોતાના સગા ભત્રીજા મનોજ મગવાણીયા, અનિલ મગવાણીયા, અને શારદાબેન મગવાણીયા તથા પૂજાબેન મગવાણીયા સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં ઇજાગ્રસ્ત ને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેઓને છરી વાગી હોવાથી હાથમાં ટાંકા લેવા પડ્યા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીના વૃદ્ધ માતા હોસ્પિટલમાં દાખલ હોવાથી તેઓની સાર સંભાળ કરવા માટે ફરિયાદી પ્રકાશભાઈએ પોતાના ભત્રીજા મનોજ ને બોલાવ્યો હતો, અને તારા દાદી હોસ્પિટલમાં દાખલ છે, જેની સાર સંભાળ રાખવા માટે આવજે, તેમ કહેતા આરોપી ઉસકેરાયો હતો, અને પોતાના પરિવારના બે મહિલા સહિતના ચાર સભ્યો સાથે આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.