હલેન્ડામાં ધોળે દિવસે વીજપોલ પરથી ઘરમાં કૂદી રોકડ-દાગીના સહિત 1.67 લાખની ચોરી
રાજકોટની ભાગોળે આજીડેમ વિસ્તારમાં આવેલ હલેન્ડા ગામમાં હિરણપરા પ્લોટમાં રહેતા ખેડૂત રમેશભાઈ વાસાણી (ઉ.વ.65)ના મકાનમાંથી તસ્કરો રૂૂા. 1.67 લાખની મત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાઇ છે.
જેમાં રમેશભાઈએ જણાવ્યું છે કે, સવારે સાતેક વાગ્યે પત્ની વિજયાબેન સાથે મકાનને તાળુ મારી દડવા ગામના રસ્તે આવેલી વાડીએ ટીફીન લઇને ગયા હતા. બપોરના અઢી વાગ્યાની આસપાસ કૌટુંબીક ભાઈના પુત્ર જીજ્ઞેશે કોલ કરી મકાનમાં ચોરી થયાની કરી હતી. જેથી તત્કાળ મકાને જોઈ જોતાં રૂૂમનો દરવાજો ખુલ્લો હતો. નકૂચો તૂટેલો નીચે પડ્યો હતો.તાળુ જે તે સ્થિતિમાં હતું.રૂૂમમાં જઈ જોતાં કબાટ અંદરની વસ્તુ વેરવિખેર હતી. કબાટની બાજુમાં પડેલા ખાટલા ઉપર પર્સમાં રાખેલી 90 હજારની સોનાની માળા તેમજ 55 હજારનો સોનાનો ચેઇન ગાયબ હતાં. કબાટમાંથી રોકડા રૂૂા. 22 હજાર પણ ચોરાઇ ગયા હતાં.
કૌટુંબીક ભાઈના પુત્ર જીજ્ઞેશે કહ્યું કે અજાણ્યો શખ્સ દીવાલ કૂદી લાઈટના થાંભલાની મદદથી બહાર નીકળતો હોય તેવું તેની માતાએ જોયું હતું.આ રીતે અજાણ્યો તસ્કર બપોરના બે-અઢી વાગ્યાના અરસામાં ચોરી કરી ગયો હતો. આજીડેમ પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.આ મામલે પીએસઆઇ ગામેતી તપાસ ચલાવી રહ્યા છે.
આ ઘટનામાં હલેન્ડા ગામના સરપંચ નિલેશભાઇએ જણાવ્યુ હતું કે, ચાર દિવસમાં ત્રણ મકાનોમાં તસ્કરો ચોરી કરવા ધુસ્યા હતા જેમાં સુરત રહેતા જેન્તીભાઇ ધાનાણી અને વલ્લભભાઇ ધાનાણીના મકાનનો સમાવેશ થાય છે. તેમજ ફરિયાદી ખેડૂતે જણાવ્યુ હતું કે, ચોરે લીલો ર્સ્ટ અને કાનમાં કડી પહરેલી હતી. આ તસ્કર વીજ પરથી ઘરમાં કુદી દાગીના અને ડુંગળી વેચતા ઉપજેલા 22 હજારની રોકડની ચોરી કરી હતી.