For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હરીપર(પાળ)માં માતાજીના મઢે નિવેદમાં ભત્રીજા ઉપર કાકા સહિતનાનો હુમલો

04:23 PM Oct 11, 2024 IST | Bhumika
હરીપર પાળ માં માતાજીના મઢે નિવેદમાં ભત્રીજા ઉપર કાકા સહિતનાનો હુમલો
Advertisement

લોધીકાના હરીપર (પાળ)માં માતાજીના મઢે નિવેદન માટે ભેગા થયા બાદ દારૂ પીને ઝઘડો કરતા ભત્રીજા ઉપર કાકા અને પિતરાઈ ભાઈઓએ હુમલો કરી માર મારતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ લોધઈકાના હરીપર (પાળ) ગામે રહેતો ચંદ્રેશ લક્ષ્મણભાઈ પરમાર (ઉ.વ.30) નામનો યુવાન ગઈ કાલે બપોરે ગામમાં આવેલા માતાજીના મઢે હતો ત્યારે તેના કાકા વિહાભાઈ બેચરભાઈ અને પિતરાઈ રાયધનભાઈ વિહાભાઈ, વાલજીભાઈ વિહાભાઈએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ગઈ કાલે આઠમ હોવાથી માતાજીના મઢે નિવેદ માટે ભેગા થયા હતા દરમિયાન દારૂ પીને ઝઘડો થતાં યુવાન ઉપર કાકા અને પિતરાઈ ભાઈઓએ હુમલો કરી માર માર્યો હતો આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી મેટોડા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement