દસાડામાં બનેવીએ કૌટુંબિક સાળી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
મુળ મધ્યપ્રદેશમાં રહેતો પરીવાર ખેતમજુરી અર્થે દસાડા તાલુકાના એક નાના એવા ગામમાં આવ્યો હતો. ત્યારે એમપીના યુવાને કૌટુંબીક સાળી સાથે વાડીની ઓરડીમાં કુકર્મ આચર્યુ હતુ. હાલ 9 માસનો ગર્ભ ધરાવતી સાળીએ કૌટુંબીક બનેવી સામે બજાણા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મધ્યપ્રદેશમાં રહેતા પરીવારે દસાડા તાલુકાના એક ગામમાં ખેતર ભાગવુ વાવવા રાખ્યુ હતુ.
અને પરીવારમાં ભાઈ-ભાઈ, બહેન, કૌટુંબીક બહેન-બનેવી સહિતનાઓ ખેતમજુરી માટે વર્ષ 2024ના મે માસમાં આવ્યા હતા. ત્યારે એક રાત્રીના સમયે કૌટુંબીક બનેવી સુરેશ નાયકે 24 વર્ષીય અપરણીત સાળીના ખાટલામાં જઈ મોઢે રૂૂમાલ દબાવી અવાજ કરીશ તો જાનથી મારી નાંખીશ તેમ કહી ધમકી આપી કુકર્મ કર્યુ હતુ. ત્યારબાદ આ બનેવી સુરેશ નાયક કૌટુંબીક સાળીને તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી કુકર્મ કરતો હતો. ગત હોળી-ધુળેટીના સમયે પરીવાર વતનમાં ગયો હતો.
જયારે બાદમાં હળવદ તાલુકામાં મજુરી કામે ગયા હતા. તા. 16 ઓગસ્ટના રોજ હળવદ સરકારી દવાખાને જતા તબીબે યુવતીને 9 માસનો ગર્ભ હોવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ પેટમાં દુ:ખાવો થતા યુવતીને સારવાર માટે સુરેન્દ્રનગર અને ત્યાંથી રાજકોટ લઈ જવાઈ હતી. આ અંગે બજાણા પોલીસ મથકે આરોપી સુરેશ નાયક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ પીઆઈ એમ.બી.બામ્બા ચલાવી રહ્યા છે.