બોટાદમાં સગીરાને તુવેર ખવડાવવાના બહાને વાડીએ લઈ જઈ અડપલાં કર્યા
11:33 AM Mar 03, 2025 IST
|
Bhumika
Advertisement
બોટાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 11 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોટાદના શંભુભાઈ ગોવિંદભાઈ ડાભીએ સગીરાને તુવેર ખાવાના બહાને પોતાની વાડીએ બોલાવી હતી.
વાડીએ લઈ ગયા બાદ આ શખ્સે સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા.
Advertisement
તેમજ શખ્સે બાળકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ડરી ગયેલી બાળકીએ પોતાના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરેલ જેથી સગીરાના પિતાએ શંભુભાઈ ડાભી સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સગીરાના પિતાની ફરિયાદના આધારે બોટાદ પોલીસે શંભુભાઈ ડાભી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ કલમ 75(2), 75(3), 351(3) અને પોક્સો એક્ટની કલમો હેઠળ કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂૂ કરી છે.
Next Article
Advertisement