બરકતીનગરમાં ખિસ્સામાંથી રૂપિયા કાઢવા મુદ્દેે પતિએ ઠપકો આપતા પત્નીનો ધોકા વડે હુમલો
યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા બરકતી નગરમા રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિને ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા બરકતી નગરમા રહેતા નરુસી મુળશેરા શેખ નામનો 35 વર્ષનો યુવાન રાત્રીનાં બારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો ત્યારે તેની પત્ની સુહાનાબેને ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો યુવકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા ઇજાગ્રસ્ત યુવકની પત્ની સુહાનાબેન યુવકનાં ખીસ્સામાથી રૂપીયા કાઢી લીધા હતા જે અંગે યુવાને પત્નીને ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી જેમા ઉશ્કેરાયેલી પત્નીએ પતીને ધોકા વડે માર માર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.