ભાવનગરના હિમાલયા મોલના પાર્કિંગમાં કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ભાવનગર માં હિમાલયા મોલના પાર્કિંગમાંથી વિદેશી દારૂૂ ની કુલ 1273 બોટલ , એક કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂ.11,00,740 નો મુદ્દામાલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચને ઝડપી લેવા તજવીજ હાથ ધરી. પ્રાપ્ત થતી મુજબ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી કે હિમાલયા મોલના પાર્કિંગમાં સફેદ કલરની મારૂૂતિ સુઝુકી સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર GJ-06-PR 3321 માં બહારથી લાવવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો હતો અને બે વ્યક્તિઓ કારમાં બેઠા હતા.
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કારમાંથી ’ફોર સેલ ઇન ચંદીગઢ ઓન્લી’ લખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂૂની કુલ 1273 બોટલો મળી આવી હતી. આરોપીઓએ કાર પર ખોટી નંબર પ્લેટ HR-68-C 2595 લગાવી હતી, જેનો ઉપયોગ તેઓ ખોટી રીતે કરી રહ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી વિશાલ ઉર્ફે ગૌરવ સુરેન્દ્રપાલ પહેલ ઉ.વ.25, રહે. ઝીંદ, હરિયાણા) અને મેહુલ પરશોત્તમભાઈ બારૈયા ઉ.વ.28, રહે. સોનગઢ, ભાવનગર ની ધરપકડ કરી હતી. આ કેસમાં અજય રહે. ખરખોદા, હરિયાણા, પોલીસે ઘટનાસ્થળેથી વિશાલ ઉર્ફે ગૌરવ સુરેન્દ્રપાલ પહેલ ઉ.વ.25, રહે. ઝીંદ, હરિયાણા) અને મેહુલ પરશોત્તમભાઈ બારૈયા ઉ.વ.28, રહે. સોનગઢ, ભાવનગર ની ધરપકડ કરી હતી. આ કેસમાં અજય રહે. ખરખોદા, હરિયાણા, યોગેન્દર, ભાવના ઉર્ફે આશા અને હરેશ ઉર્ફે ભયલુ સહિત પાંચ અન્ય આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કાર ઉપરાંત રોકડા રૂૂ.7500, મોબાઇલ ફોન કિ.રૂૂ.10,000 મળી કુલ કિ.રૂૂ.11,00,740 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, આ તમામ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.