ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમરેલીમાં મેડિકલ ઓફિસર પરિણીતાને નોકરી મૂકી દેવાનું કહી તલાટી મંત્રી પતિની મારકૂટ

11:53 AM Nov 22, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મારે તને નોકરી કરાવવી નથી કહી પતિ મારકૂટ કરી ત્રાસ ગુજારતો, ફરિયાદ નોંધાઇ

અમરેલીમા રહેતા એક મહિલાને તુ તારી નોકરી મુકી દે કહી તેના પતિએ મારકુટ કરી હતી. તેમજ નોકરીના સ્થળે પણ અવારનવાર માથાકુટ કરી શારીરિક માનસિક દુખત્રાસ ગુજારતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

તૃપ્તિબા જયદીપસિંહ જાડેજા (ઉ.વ.28) નામના મહિલાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ જુના સાવર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્ન અઢી વર્ષ પહેલા વતન ખજુરડીમા જયદીપસિંહ જાડેજા સાથે થયા હતા.

પતિ તલાટી મંત્રી તરીકે જુના સાવરમા નોકરી કરે છે. બંને પતિ પત્ની અમરેલીમા ભાડાના મકાનમા રહેતા હતા. લગ્નના થોડા સમય બાદ પતિએ ટોર્ચર કરવાનુ શરૂૂ કર્યુ હતુ ને તુ તારી નોકરી મુકી દે, મારે નોકરી કરાવવી નથી કહી ગાળો આપી મારકુટ કરી હતી. આ ઉપરાંત અવારનવાર ફોન પર ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. અને છુટાછેડા લઇ લેવા મુદે દુખત્રાસ ગુજાર્યો હતો. બનાવની વધુ તપાસ એએસઆઇ જી.બી.લાપા ચલાવી રહ્યાં છે.

Tags :
amreliamreli newscrimegujaratgujarat newsmedical officer
Advertisement
Advertisement