રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ACB એક્શનમાં, એક દિવસમાં 6 લાંચિયાનો શિકાર

12:15 PM Oct 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી સહિત ત્રણ, મહિસાગર-પાટણના બેંક મેનેજર અને અમદાવાદના નાયબ હિસાબનીસની ધરપકડ

રાજ્યની એન્ટી કરપ્શન બ્યુરોની શાખા દ્વારા 24 કલાકમાં 6 લાંચિયા અધિકારીઓ ઉપર ટ્રેક ગોઠવી નાણાંની માંગણી કરતા પકડી પાડ્યા છે.આ સાથે એસીબી શાખા દ્વારા આવનારા દિવસોમાં વધુ ને વધુ લાંચિયા અધિકારીઓને પકડી પાડશે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.તેમજ એસીવી દ્વારા જણાવાયું છે કે,તમારી પાસે પણ કેન્દ્ર કે રાજ્ય સરકારનો કર્મચારી લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર જાણ કરીને ફરિયાદ આપી શકો છો.

મળતી વિગતો મુજબ,અમદાવાદમાંથી વધુ એક વખત લાંચિયો કર્મચારી ઝડપાયો છે. અમદાવાદમાં પેન્શન કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. લાલ દરવાજાની પેન્શન કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. પેન્શન ચુકવણી કચેરીના નાયબ હિસાબનીશ મહેશ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.પેન્શન કચેરીના નાયબ હિસાબનીશ 36 વર્ષીય મહેશ આર. દેસાઈની અઈઇએ ધરપકડ કરી છે.એસીબીની ટીમે પ્રહલાદનગરમાં 5000 રૂૂપિયાની લાંચ લેતા કર્મચારીને ઝડપ્યો હતો. ફરિયાદીના દાદાની પેન્શનની બાકી નીકળતી રકમ અપાવવા બાબતે કર્મચારીએ લાંચની માગણી કરી હતી અને આ લાંચની રકમ લેતો જ કર્મચારીને રંગેહાથ પ્રહલાદનગરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.એસીબીએ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂૂ કરી છે.મહેશે એક લાખની લાંચની માંગણી કરી હતી.

જ્યારે બીજી ઘટનામાં એસીબીએ પાટણની ઇન્ડિયન બેંકના બ્રાન્ચ મેનેજર રામસિંગ જી.યાદવને રૂૂપિયા 15 હજારની લાંચ લેતા ઝડપી લીધો છે. ફરિયાદીએ ઇન્ડિયન બેંક શાખા પાટણ દ્વારા કરાયેલી ઓનલાઇન હરાજીમાં બેંકમાંથી ત્રણ દુકાનો ખરીદી હતી, આ ત્રણેય દુકાનોનાં દસ્તાવેજો, સેલ લેટર અને અન્ય કાગળો ઝડપી કરી આપવા અને કબ્જો આપવા માટે મેનેજર રામસિંગ યાદવે લાંચ માંગી હતી.ફરિયાદીએ પૈસા ભરીને દુકાનો લીધી હતી, તેમની પાસે ખોટી રીતે લાંચ માંગવામાં આવી હતી, જેથી તેમને પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદને આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતુ, જેમાં ડીસા હાઇવે પર હોસ્પિટલની સામે જે બેંક મેનેજરે લાંચ લીધી, ત્યારે જ એસીબીએ તેને ઝડપી લીધો હતો.

ત્રીજી ઘટનામાં બેન્ક ઓફ બરોડાનો બેન્ક ઓફિસર લાંચના છટકામાં સપડાયો આ કેસના ફરિયાદી પેન્શનર છે અને ફરીયાદીની પેન્શનલોન બેન્ક ઓફ બરોડા સંતરામપુર શાખામાંથી મંજુર કરાવવાની હતી. આ માટે બેન્ક ઓફ બરોડા સંતરામપુર શાખાના બેન્ક ઓફિસર મહેન્દ્ર એસ જાટવે ફરીયાદી પાસે રૂૂ.20,000/- લાંચની માંગણી કરી હતી.જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરી હતી. જેને પગલે ફરીયાદને આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી મહેન્દ્રકુમાર જાટવ સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂૂ.20,000/- ની લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે,ગઈકાલે સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી પણ લાંચ લેતા ઝડપાયા છે.રૂૂપિયા 1.25 લાખની લાંચ લેતા બંને અધિકારીને એસીબીએ ઝડપી લીધા છે.અમદાવાદના સુપરિન્ટેન્ડન્ટ મહંમદ શેખની ધરપકડ કરવામાં આવી છે, સાથે જ ઈન્સ્પેક્ટર કુલદીપ કુશવાહની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેમના વચેટિયાની અઈઇએ ધરપકડ કરી છે.બંને અધિકારીએ સોનાના વેપારીનું ઓડિટ કરવા બાબતે લાંચ માગી હતી.

સસ્પેન્ડ થયેલા AMCના ડે.સિટી ઇજનેર વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ
શહેરના ઇજનેર બ્રીજ પ્રોજેકટ અંતર્ગત ખોખરા થી સી.ટી.એમ. ચાર રસ્તા તરફ્ હાટકેશ્વર જંકશન ઉપર ફ્લાય ઓવરબ્રીજ તેમજ એ.એમ.ટી.એસ. ટર્મિનલ બનાવવાના કામમાં થયેલા ભ્રષ્ટાચારમાં સસ્પેન્ડ થયેલા એએમસીના ડેપ્યુટી સીટી ઇજનેર મનોજકુમાર જયંતીલાલ સોલંકી વિરુધ્ધ એ.સી.બી. દ્રારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરાઈ હતી જેમાં તેમના વિરુધ્ધની પ્રાથમિક તપાસ દરમ્યાન તા.01/04/2010 થી તા.30/11/2019 સુધીની આવક, રોકાણ અને ખર્ચની વિગતો, દસ્તાવેજી પુરાવાઓ, બેંક ખાતાઓની વિગત તથા વિવિધ સરકારી કચેરીમાંથી દસ્તાવેજી માહિતી મેળવીને તપાસ કરતા આવક કરતા 171.73 ટકાની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. પોતાના હોદ્દાની રૂૂએ ફરજ દરમ્યાન કાયદેસરની આવક .1,74,31,883 ની સામે રૂૂ.2,99,36,580ની અપ્રમાણસર મિલકતો વસાવેલાનું જણાયેલ છે. તેમના અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચેક પિરીયડ સમયગાળા દરમ્યાન સવા બે કરોડ રોકડમાં જમા થયા હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. આરોપી મનોજ સોલંકીએ કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીતરસમો અપનાવી નાણાં મેળવ્યા હોવાનુ ખુલ્યુ છે.

Tags :
ACBcrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement