આંબેડકરનગરમાં ગૃહકંકાસમાં પત્નીએ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યો
કાલાવડ રોડ આંબેડકરનગરમાં ગૃહ કંકાસમાં પત્ની એ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યો હતો.આ મામલે યુવાને એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી વીનુભાઇ ઘેલાભાઇ પરમાર(ઉ.વ.41)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હુ કડીયા કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવુ છુ.મારી પત્ની ભાવના જે ભવાની સીક્યુરીટી ના હીસાબનુ કામ માનવભાઈ બ્રહમાણીના હસ્તક ઘરે બેઠા કરતી અને આ માનવભાઈ મારી પત્નીને બહેન કહેતા હોય અમોના ઘરે આવવાના વ્યવહાર હતા.ગઇ તા.20/05ના રોજ હું સાંજના સાડા પાચેક વાગ્યે કડીયા કામ ઉપરથી ઘરે આવેલ અને ઘરે આવી મારી પત્ની સાથે માથાકૂટ થયેલ હોય જેથી મારી પત્નીએ ઉપરોકત માનવને મેસેજ કરી સાડા છએક વાગ્યે મારા ઘરે બોલાવેલ જેથી આ માનવ મારા ઘરે આવી મને કહેવા લાગેલ કે તમે ભાવનાબેનને કેમ હેરાન કરો છો.જેથી મે કહેલ કે મારી પત્ની છે. તમારે કોઇ તેમા વચ્ચે આવવાની જરૂૂર નથી તેમ કહેતા આ માનવ મારી સાથે માથાકૂટ કરી મને ઢીકા-પાટુનો માર મારી,મારી સાથે ઝપા ઝપી કરી મને માર મારેલ અને તેવામા મારા ઘરે પડેલ ટી.વી. જે આ માનવે મને ડાબા હાથ ના ખભા પાસે વાસાના ભાગે મારેલ અને મને કહેલ કે તમે ઢેઢાઓ કોઇ દીવસ સુધરસો નહીં.
હવે કાઇ ઉચા-નીચો થઇસ તો મારી નાખીસ તો ગોત્યે મળીસ નહી તેમ મારી નાખવાની ધમકી આપી આપેલ તેવામા મારો દીકરો નક્ષ વચ્ચે 5ડેલ તથા શેરીમા લોકો ભેગા થવા લાગતા આ માનવે મને મારવાનુ બંધ કરેલ બાદ મને દુખાવો થતો હોય 108 બોલાવી સારવાર માટે સરકારી પી.ડી.યુ.હોસ્પીટલમા દાખલ કરેલ છે.આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ થતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.