For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇમિટેશનના વેપારીને ક્રેડીટ કાર્ડ અપડેટ કરાવવાનું કહી રૂા.4.91 લાખ પડાવ્યા

06:24 PM Nov 29, 2025 IST | Bhumika
ઇમિટેશનના વેપારીને ક્રેડીટ કાર્ડ અપડેટ કરાવવાનું કહી રૂા 4 91 લાખ પડાવ્યા

શહેરના પેડક રોડ પર રત્નદીપ સોસાયટીમાં રહેતા ઇમિટેશનના વેપારી પરેશભાઇ કેશુભાઇ અકબરી (ઉ.વ.45) ને ગઠીયાએ વિડીયો કોલ કરીશ ક્રેડિટ કાર્ડના ઓફિસર તરીકે ઓળખ આપી અને ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવાનું કહી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂૂપિયા 4.91 લાખ પડાવી લઇ છેતરપિંડી કરતા સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

પરેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.13/03 ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યા આસપાસ હુ મારા ઘરે હતો ત્યારે મને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવેલ અને તેણે મને પોતાની ઓળખ એસ.બી.આઈ. ક્રેડીટ કાર્ડના ઓફીસર તરીકેની આપી જણાવેલ કે,તમારૂૂ ક્રેડીટ કાર્ડ અપડેટ કરવુ પડશે હું તમને વિડીયો કોલ કરી એક એપ્લીકેશન ડાઉન લોડ કરાવુ તે તમે કરો ત્યાર બાદ આ વ્યક્તિએ મારા મોબાઇલ નંબરના વોટ્સ-અપ ઉપર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ એપીકે નામની એક એ.પી.કે. ફાઇલ મોકલેલ જે એપ્લીકેશન ડાઉન લોડ કરી લીધા બાદ તેમા મારા ક્રેડીટ કાર્ડના નંબર, સી.વી.વી. નંબર વિગેરેની વિગત ભરાવી હતી.

બાદ મારા મોબાઇલ ફોનમાં બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કપાવાના મેસેજ આવ્યા હતા.આ બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂૂ.4.91 લાખ ઉપડી જતા સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી ફ્રોડ અંગે વિગતો આપી હતી અને અરજી કરી હતી.આ મામલે સાયબર પોલીસ મથકના પીઆઇ જે.એમ.કૈલા અને સ્ટાફે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement