ઇમિટેશનના ધંધાર્થીનુ ઇન્સ્ટાગ્રામમાં ફેક ID બનાવી ગર્લફ્રેન્ડ સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા
શહેરના કોઠારીયા રોડ પર રહેતાં ઇમિટેશનના ધંધાર્થી યુવાનના નામે ઇન્સ્ટાગ્રામમાં કોઇએ ફેક આઇડી બનાવી તેની ગર્લફ્રેન્ડ સાથેનો તેનો ફોટો પોસ્ટ કરી બિભત્સ શબ્દો લખી સંબંધીઓને મોકલી દેતાં આ મામલે પોલીસે તપાસ શરૂૂ કરી છે.
આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટી-4માં રહેતાં અને ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવતાં ઇમરાનભાઇ યુનુસભાઇ ધાનાણી (ઉ.વ.34)ની ફરિયાદ પરથી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફેક આઇડી બનાવનાર વ્યક્તિ તથા તપાસમાં ખુલે તેની સામે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.ઇમરાને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે,પોતે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ, ફેસબૂકનો ઉપયોગ કરે છે.
જુન-2024માં માસીના દિકરાએ ફોન કરી જણાવેલુ કે તેમની ઇન્સ્ટાગ્રામ આઇડી પર અજાણી ઇરફાનઇરફાન-0000 આઈડી પરથી રિક્વેસ્ટ આવી છે.જે આઇડીમાં ઇમરાન અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો હતો.જેથી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી જોતાં આ ફોટો પોસ્ટ કરી તેમાં બિભત્સ શબ્દો લખ્યા હતા.
માસીના દિકરાએ આ વાત કરતાં ઇમરાને ઇન્સ્ટાગ્રામમાં ચેક કરતાં કોઇ અજાણ્યાએ ફેક આઇડી બનાવી તેની પ્રોફાઇલમાં ફરિયાદીની જાણ બહાર મંજુરી વગર ઇમરાન અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી દીધાનું જણાયું હતું.આ પોસ્ટ પણ ફોરવર્ડ કરી હતી.જેમાં ઇમરાન વિશે ખરાબ શબ્દ લખેલા હતાં.એ પછી કાકાના દિકરાએ ફેક આઇડીમાં વાત કરી હતી.આ શખ્સે ઇમરાનના નામે આઇડી બનાવી ફોટા તથા બિભત્સ શબ્દોમાં મેસેજ સંબંધીને મોકલી હેરાન કરતો હોઇ જેથી ઇમરાનભાઈએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફોન કર્યા બાદ ફરિયાદ નોંધાવી છે.આ મામલે સાયબર ક્રાઇમના પ્રો.પીઆઇ કે.એસ. દેસાઇએ ગુનો દાખલ કરાવી તપાસ હાથ ધરી છે.