For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાનના ખાખરાવાળી ગામમાં કાર્બોસેલનું ગેરકાયદે ખનન પકડાયું: 50 લાખનો મુદ્દામાલ જપ્ત

10:52 AM May 17, 2025 IST | Bhumika
થાનના ખાખરાવાળી ગામમાં કાર્બોસેલનું ગેરકાયદે ખનન પકડાયું  50 લાખનો મુદ્દામાલ જપ્ત

થાનના ખાખરાવાળી ગામમાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે દરોડો પાડી કાર્બોસેલનું ગેરકાયદે ખનન ઝડપી પાડયું હતું. તંત્રની ટીમને જોઇ જોઈ તમામ ભૂમાફિયાઓ નાસી છુટયા હતો. તંત્રની ટીમે સ્થળ પરથી ડમ્પર, ચરખી, ટ્રેકટર, કંમ્પ્રેશર, ડીટોનેટર, સેફટી ફયુસ સહિત અંદાજે રૃા.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

થાન તાલુકાના ખાખરાવાળી ગામમાં આવેલી પ્રાથમિક શાળાથી અંદાજે પાંચ કિલોમીટરના અંતરે આવેલી જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા તેમજ થાન મામલતદારની સંયુક્ત ટીમે રેઈડ કરી હતી.

તંત્રની ટીમને જોઈ ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ નાસી છુટયા હતા.તંત્રની ટીમે સ્થળ તપાસ કરતા જમીનમાંથી કુલ ત્રણ કૂવાઓ પૈકી એક કૂુવા પર અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદે ખનન થતું હોવાનું સામે આવ્યું હતું તેમજ સ્થળ પરથી 1-ડમ્પર, 35 ટન કાર્બોસેલ, 1-ટ્રેકટર, 1-કંમ્પ્રેશર, 100-નંગ ડીટોનેટર, 100 મીટર પાઈપ, 1-ચરખી, 2-બકેટ, 60 મીટર સેફટી ફ્યુુસ સહિત અંદાજે રૃા.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી થાન મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement