ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

થાનગઢના ભાડુલા અને રૂપાવટી ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડાયું, રાજકોટના બે સહિત સાત સામે FIR

12:12 PM Jul 09, 2025 IST | Bhumika
Advertisement

સાદી રેતી, સાત ડમ્પરો સહિત રૂા.2.81 કરોડનો મુદ્દામાલ જપ્ત

Advertisement

ચોટીલા તાલુકામાંથી ઓવરલોડ અને પરમીટ વગરના સાત ડમ્પરો ઝડપાયા છે. જ્યારે થાનના ભડુલા અને રૂૂપાવટી ગામની સીમમાંથી પણ ગેરકાયદે કાર્બોસેલના ત્રણ કૂવા પરથી ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું. ચોટીલા પ્રાંત અધિકારી અચે.ટી.મકવાણા સહિત તેમની ટીમે ગેરકાયદે ખનીજ ચોરી અંગે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ચોટીલા-રાજકોટ હાઈવે તેમજ ચોટીલા-થાન હાઈવે પરથી ગેરકાયદેસર કોરવેશ (તાસ), સાદી રેતી, ફાયર ક્લેનું વહન કરતા ઓવરલોડ અને પાસ પરમીટ વગરના 7 ડમ્પરો સહિત કુલ રૂૂા.2,81,35,000નો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો.

તંત્રની ટીમે ડમ્પરના માલીક (1) નગાભાઈ રૂૂપાભાઈ સાંબડ રહે.પીપરાળી (2) મહેશભાઈ ઠાકરશીભાઈ ડાભી રહે.કરમળ (3) શિવરાજસિંહ સુરૂૂભા પરમાર, રહે.થાન (4) રાજુભાઈ નરશીભાઈ વીંજવાડીયા રહે. ખાખરાળી (5) રાજદિપભાઈ પટગીર રહે. રાજકોટ (6) જોગીરાજભાઈ વાળા રહે. રાજકોટ અને (7) બિનવારસી ડમ્પરવાળા સામે ખનીજ સંપતિના ખનન અને વહન કરવા બદલ કાર્યવાહી હાથધરી છે. જ્યારે બીજી રેઈડમાં થાન તાલુકાના ભડુલા અને રૂૂપાવટી ગામની સીમમાંથી પણ ગેરકાયદેસર કાર્બોસેલના ત્રણ કુવાઓ પરથી ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું.

Tags :
Chotilachotila newsgujaratgujarat newsIllegal MiningThangaDhThangadh news
Advertisement
Next Article
Advertisement