For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુળીના ધોળીયામાંથી કાર્બોસેલના સાત કૂવા પરથી ગેરકાયદે ખનન ઝડપાયું

11:48 AM May 05, 2025 IST | Bhumika
મુળીના ધોળીયામાંથી કાર્બોસેલના સાત કૂવા પરથી ગેરકાયદે ખનન ઝડપાયું

મુળી તાલુકાના ધોળીયા ગામના સબ સ્ટેશન પાછળ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મુળી મામલતદાર સહિતની ટીમે સરપ્રાઈઝ તપાસ અને રેઈડ કરી હતી તે દરમ્યાન લાખોની કિંમતની ખનીજચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.મુળી તાલુકાના ધોળીયા ગામની સીમમાં ભુમાફીયાઓ દ્વારા કાર્બોસેલનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદને પગલે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા તેમજ મુળી મામલતદરની સંયુક્ત ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમ્યાન ગેરકાયદેસર કાબોસેલના 7 કુવાઓ, 7 ચરખી, 7 બકેટ અને અંદાજે 60 ટન ગેરકાયદેસર કાર્બોસેલ સહિત કુલ રૂૂા.11 લાખનો મદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

આ ઉપરાંત કાર્બોસેલના કુવાઓની બાજુમાંથી 20 મીટર સેફટી ફયુઝ, 100 નંગ ડિટોનેટર તેમજ 25 મીમી સુપર પાવર ન્યુ નાઈટી વિસ્ફોટક (ભડાકા) નંગ-7 સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો જ્યારે રેઈડ દરમિયાન ઝડપાયેલ તમામ મુદ્દામાલ કબજે કરી થાન મામલતદાર કચેરી ખાતે સીઝ કરવમાં આવ્યો હતો. પ્રાંત અધિકારીની રેઈડથી ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement