માળિયામાં પોલીસ પર હુમલો કરનાર બૂટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરાઇ ગામે બુટલેગર અને તેના પરિવાર દ્વારા પોલીસ જ્યારે દારૂૂની રેડ કરવા ગઈ હતી ત્યારે, હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં છ પોલીસ કર્મચારીને જે તે સમયે ઈજા થઈ હતી. આ બુટલેગરના પરિવારનું એક મકાન સરકારી ખરાબમાં ઊભું કરવામાં આવી. આમ તો ગુજરાતમાં દારૂૂબંધી છે, પરંતુ કોઈ પણ જિલ્લામાં માંગો ત્યાં દારૂૂ મળે તેવી પરિસ્થિતિ આજની તારીખે જોવા મળતી હોય છે. તેવામાં મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરાઇ ગામે દેશી દારૂૂના ધંધાર્થીને ત્યાં ગત તારીખ પાંચ માર્ચના રોજ સ્થાનિક પોલીસ પીઆઇની આગેવાની હેઠળ રેડ કરવામાં આવી હતી.
ત્યારે સ્થળ ઉપરથી બુટલેગરને દારૂૂના જથ્થા સાથે પકડવામાં આવ્યો હતો.જો કે બુટલેગર અને દારૂૂનો જથ્થાને છોડાવવા માટે થઈને બુટલેગર ઈકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવરના પરિવારજનો દ્વારા પોલીસ ઉપર હથિયાર સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેથી કરીને છ પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે તે સમયે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર તથા મહિલાઓ સહિત કુલ મળીને 10 વ્યક્તિની સામે ગુનો નોંધાયો હતો. જે પૈકી સાત મહિલા અને ઇકબાલ મોવર તથા તેના પિતા હાજીભાઇ મોવર સહિત કુલ નવ આરોપીને પકડવામાં આવ્યા હતા અને એક આરોપી પકડવાનો બાકી છે.આ દરમિયાન પોલીસ દ્વારા રેવન્યુ વિભાગમાંથી માહિતી મેળવવામાં આવતા ઈકબાલ ઉર્ફે ઇકો જે જગ્યા ઉપર રહે છે, ત્યાં બાજુમાં તેના ભાઈ રફિક હાજીભાઈ મોવર દ્વારા ખીરાઈ ગામના સર્વે નંબર 192માં સરકારી જમીન પર 900 ચો.મીટર જેટલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરીને પાકું મકાન બનાવવામાં આવ્યું હતું.
જ્યાં દેશી દારૂૂનો ધંધો કરીને મેળવેલી આવકમાંથી તેણે આ મકાન બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું.આજે માળીયાના મામલતદાર એચ.સી. પરમાર સહિતની રેવન્યુ વિભાગની ટીમ દ્વારા ડીવાયએસપી સમીર સારડા સહિતના પોલીસ અધિકારીઓની ટીમને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી ખરાબાની જગ્યામાં ખડકી દેવામાં આવેલા પાકા મકાન ઉપર જેસીબી અને હીટાચી મશીન ફેરવી દઈને દબાણને તોડી પાડવામાં આવ્યું છે અને સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી છે.