ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પુરવઠા વિભાગ દ્વારા 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત

12:05 PM May 02, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો.

આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

ઝડપાયેલા અનાજમાં 26,250 કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂૂ.10,23,750, 13,990 કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત રૂૂ. 3,77,730, 390 કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂૂ.10,530 અને 300 કિલોગ્રામ ચણા બજાર કિંમત રૂૂ.16,500નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થળ પરથી 4 રીક્ષા, 1 મોટરસાઇકલ અને 5 વજનકાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, તંત્ર દ્વારા કુલ રૂૂ.16,51,510 નો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો છે. જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement