રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન ઝડપાયું
જામનગર મહાનગરપાલિકા હસ્તકના રણજીત સાગર ડેમમાં ગેરકાયદે રીતે માછીમારી કરવામાં આવતી હોવાનું મહાનગરપાલિકાની સિક્યુરિટી વિભાગની ટીમને ધ્યાનમાં આવ્યું હતું, અને ગઈકાલે બપોરે ફાયર વિભાગની ટીમને સાથે રાખીને પાણીમાંથી મસ મોટી માછીમારી ઝાળ પકડી પાડી છે, અને તેમાં ફસાયેલા માછલાંઓને પાણીમાં મુક્ત કરી દઇ, માછીમારી ઝાળ કબજે કરી લેવાઇ છે.જે એટલી મોટી હતી કે તેના ચાર ટુકડા કરીને 4 ફેરામાં જામનગર પહોંચાડવામાં આવી હતી.જામનગર મહાનગરપાલિકા હતકના રંજીતસાગર ડેમમાં રાત્રિના અંધારામાં કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે રીતે માછીમારી કરવામાં આવે છે, તેવી માહિતી જામનગર મહાનગર પાલિકા ના સિક્યુરિટી વિભાગના અધિકારી સુનિલ ભાનુશાળીને મળી હતી.
જેથી તેઓ પોતાની ટીમ સાથે ગઈકાલે બપોરે 12.00 વાગ્યાના અરસામાં રણજીત સાગર ડેમ પર પહોંચ્યા હતા. તેઓએ ફાયર બ્રિગેડ ની ટીમ ની મદદ લીધી હતી.જેથી ફાયર શાખાના જવાનો રેસ્ક્યુ બોટ સાથે રણજીત સાગર ડેમ પર આવી પહોંચ્યા હતા, અને ડેમના પાણીની અંદર જઈને ચકાસણી કરતા અંદર બિછાવેલી માછી મારી જાળ મળી આવી હતી. આશરે બે કિલોમીટર જેટલી લંબાઇની માછીમારી જાળ કે જે પાણી અંદર આવેલી હતી, અને તેમાં અનેક માછલાઓ ફસાયેલા આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી મહાનગરપાલિકાની સિક્યુરિટી વિભાગની ટીમ તથા ફાયર શાખાની ટુકડીએ માછીમારી ઝાડ કે જેના અલગ અલગ ચાર ટુકડા કરી નાખ્યા હતા, અને તેમાં ફસાયેલી માછલીઓને એક પછી એક બહાર કાઢી ખાલી પછી મારી જાન ને પાણીમાંથી બહાર કાઢીને કબજે કરી લેવામાં આવી હતી.જે ચાર ટુકડાઓને અલગ અલગ ચાર ફેરામાં જામનગર મહાનગ2 નગરપાલિકાની કચેરીમાં પહોંચાડવામાં આવ્યા છે, અને જમા કરાવી દેવાયા છે. જે માછીમારી ઝાળ કોના દ્વારા બિછાવામાં આવી, આ ગેરકાયદે માછીમારી કરવાના કારસ્તાનમાં કોણ કોણ સંડોવાયેલું છે, તે જાણવા માટે મહાનગરપાલિકાની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.