ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હળવદમાં વધુ પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે વીજજોડાણો ઉ5ર કાતર ફેરવાઇ

12:12 PM Mar 20, 2025 IST | Bhumika
Advertisement

મોરબીમાં કાયદા અને વ્યવસ્થા પર પકડ રાખવા માટે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શરૂૂ કરવામાં આવેલ કોમ્બિંગથી ગુન્હેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આજ રોજ પોલીસ દ્વારા અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કાર્યવાહી કરી ગેરકાયદેસર વિજ કનેકશન અને દેશી દારૂૂની પ્રવૃત્તિ કરતા પાંચ શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું છે.
આજે ફરી મોરબી જિલ્લા પોલીસે અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ ઘોસ બોલાવી છે. અને આ ઇસમોના ઘરે તથા ધંધાના સ્થળ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

જેમાં જે આરોપીના ઘરે ગેરકાયદેસર વિજ કનેકશન અને દેશી દારૂૂ પ્રવૃતી જણાઇ આવતા તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રમણીક ઉર્ફે બુધ્ધો અવચરભાઇ શીપરા (રહે.ગામ સુંદરગઢ તા.હળવદ જી.મોરબી) તથા શક્તિસિંહ રાજુભાઇ ગોહિલ (રહે ગામ માથક તા.હળવદ જી.મોરબી)એ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાઈ આવતા આશરે એક લાખથી એક લાખ એંસી હજાર રૂૂપિયા જેવો દંડ થઈ શકે છે. તેમજ પિન્ટુ અશોકભાઇ બોરણીયા અને મયુર અશોકભાઇ બોરણીયા (રહે ગામ માથક તા.હળવદ જી.મોરબી)એ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેના વિજવાયર કબ્જે કરી તેના વિરૂૂધ્ધ નોટીસની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ મેહુલ રમણીકભાઇ ગોઠી (રહે હળવદ કણબીપરા તા.હળવદ જી.મોરબી)એ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેમાં આશરે સીત્તેર હજાર રૂૂપિયા જેવો દંડ થઈ શકે છે. અને નવઘણભાઇ ગણેશભાઇ (ઉડેચા રહે ગામ રાણેકપર તા.હળવદ જી.મોરબી)એ પોતાના ગેરકાયદેસર બાંધકામ કરેલ જગ્યાએ ચેક કરતા દેશી દારૂૂ વેચાણ થતુ હોય દેશી દારૂૂ વેચાણનો કેશ કરવામાં આવેલ છે. તેમજ રાણેકપર ગ્રામ પંચાયત દ્વારા ડિમોલેશન કરવા નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવી છે.

આ કામગીરી મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠી તથા ડી.વાય.એસ.પી. સમીર સારડાની સુચના મુજબ હળવદ પી.આઇ આર.ટી વ્યાસ તથા તેમની ટીમ દ્વારા તેમજ પી.જી.વી.સી.એલ જુનીયર એન્જીનીયર કે.પી પટેલ તથા એ.એમ.ચૌધરી તેની ટીમ દ્વારા કરવામાં આવી છે.

Tags :
crimegujaratgujarat newsHalvadHalvad news
Advertisement
Next Article
Advertisement