ટંકારાના જોધપર ગામે આરોપીના મકાનમાં ગેરકાયદે વીજકનેક્શન ઝડપાયું
ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે દારૂૂ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા આરોપીના મકાનમાં પોલીસ ચેકિંગ કરવા પહોંચી ત્યારે ગેરકાયદે વીજ કનેક્શન લીધું હોવાનું ધ્યાને આવતા વીજ તંત્રને જાણ કરી કનેક્શન કાપી લેવામાં આવ્યું છે અને ફરિયાદ કરવા કાર્યવાહી કરવામાં આવી છે.
ટંકારા તાલુકાના જોધપર ગામે કુલદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા અને તેના ભાઈ જયપાલ પ્રવીણભાઈ ઝાલા પર દારૂૂ સહિતના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા હોવાથી આવા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા ડીવાયએસપી સમીર સારડા સાથે પીઆઈ કે એમ છાસિયા સહિતની ટીમ આરોપીના ઘરે ચેકિંગ અર્થે પહોંચી હતી જ્યાં આરોપીના મકાનમાં ગેરકાયદે વીજ કનેક્શન લીધું હોવાનું સામે આવ્યું હતું જેથી પડધરી જીઇબી ટીમને બોલાવી ગેરકાયદે કનેક્શન દુર કરાયું છે અને ફરિયાદ કરવા કાર્યવાહી હાથ ધરી છે જેમાં એક લાખ રૂૂપિયા જેવો દંડ થઇ સકે છે તેવી માહિતી પણ પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે.