ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

થાનગઢના જામવાળી ગામે કોલસાનું ગેરકાયદે ખનન ઝડપાયુ

02:13 PM Jul 19, 2025 IST | Bhumika
Advertisement

બે ક્રશર પ્લાન્ટ, 400 મેટ્રીક ટન કાર્બોસેલ સહિતનો રૂા.80.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Advertisement

થાનગઢના જામવાળી ગામમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે કોલસાની લીઝનું નિરીક્ષણ કરતા સર્વે નંબર 151માં આવેલી આ લીઝમાં અનેક નિયમભંગ મળી આવ્યા હતા લીઝ હોલ્ડર વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર દ્વારા સરકારી નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. સ્થળ પર બે ક્રશર પ્લાન્ટ, ચારણો અને 400 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો મળી આવ્યો. કુલ 80.50 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

તપાસણીમાં ગંભીર ક્ષતિઓ બહાર આવી હતી. લીઝની હદ નિશાની યોગ્ય રીતે કરવામાં આવી ન હતી. કોલસાના સ્ટોક અંગેનું કોઈ રજિસ્ટર નિભાવવામાં આવ્યું ન હતું. વરસાદી પાણી ભરેલી લીઝમાંથી મળેલા કોલસાના જથ્થાનો સ્રોત સ્પષ્ટ નથી સરકારી જમીન સર્વે નંબર 155માં વગર પરવાનગીએ 4 હેક્ટર જમીન પર વેસ્ટ માલનો સ્ટોક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગેરકાયદે 4 કોલસાના કૂવા પણ મળી આવ્યા. મજૂરો માટે 37 ઝૂંપડા બાંધવામાં આવ્યા હતા, જેમાં કોઈ સુરક્ષા સુવિધાઓ ન હતી.

લીઝ 2021 સુધી જ રિન્યૂ થયેલી હતી અને ત્યારબાદના રિન્યૂઅલના કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. વિસ્ફોટક પદાર્થોનું રજિસ્ટર પણ નિભાવવામાં આવ્યું નથી. બાજુની ખાનગી ખેતીની જમીનનો પણ બિનઅધિકૃત બિનખેતી ઉપયોગ કરવામાં આવ્યો છે લીઝમાં ઉ5યોગમાં લેવામાં આવતા એક5ણ વાહનોનું સરકાર ની જોગવાઇઓ મુજબ ટઝખજ મા નોંઘણી કરાવેલ નથી. અને કેટલો કોલસો લીજમાંથી કાઢવામાં આવેલ છે, કેટલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલ છે તે અંગેનું કોઇ5ણ રેકર્ડે નિભાવવામાં આવેલ નથી.
વઘુમાં સ્થળ ઉ5ર જ ખાણ ખનિજ અઘિકારી / કર્મચારીઓ દ્વારા ઓ5ન કટીંગવાળા સ્થળે પાણી ભરેલ હોવાથી બહાર પડેલ ખનિજના ઢગલાઓની તથા લીઝ મંજુર થયેલ છે તે કેટલા વિસ્તારમાં મંજુર થયેલ છે તે અંગે મા5ણી કરવામાં આવી.

Tags :
crimegujaratgujarat newsillegal coal miningJamwali villageThangaDhThangadh news
Advertisement
Next Article
Advertisement