ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધંધો કરવો હોય તો 10 લાખ આપો, સુરત શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખે ખંડણી માંગી

06:27 PM May 02, 2025 IST | Bhumika
Advertisement

શહેરનાં સલાબતપુરામાં આંજણા ફાર્મ પાસે ખુલ્લી જમીન પર પતરાંના શેડ બનાવીને ભાડે આપનાર વેપારી વિરૂૂદ્ધ સુરત મહાપાલિકામાં અરજી કરીને ધંધો કરવો હોય તો 10 લાખ રૂૂપિયાની ખંડણી માંગનાર કોંગ્રેસી નેતા સહિત બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. વેપારી પાસે 50 હજાર રૂૂપિયા લેવા પહોંચેલા કોંગ્રેસી નેતા નુરૂૂ શકુરભાઈ શેખ અને ઉમરવાડામાં રહેતા સાદીક અલી અબ્બાસ અલી પઠાણની પોલીસે ધરપકડ કરી છે.

Advertisement

ગુરુવારે સલાબતપુરા પોલીસની હદમાં ભાઠેના ચિમનીટેકરા ખાતે રહેતા 35 વર્ષીય કારૂૂક શઠીયુદીન શેખે આંજણાફાર્મ ખાતે એચટીસી- 2 ટેક્સટાઈલ માર્કેટની બાજુમાં ખુલ્લી જમીન ઉપર પતરાંના શેડ બનાવી ગોડાઉન ભાડે આપ્યા હતા. જોકે, સુરત શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખ નુરૂૂ શેખે મહાપાલિકામાં આ સંદર્ભે અરજી કરીને ગોડાઉન તોડાવ્યું હતું. ત્યારબાદ ફારૂૂખ શેખને જો ધંધો કરવો હોય તો 10 લાખ રૂૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી.

છેલ્લાં 15-20 દિવસથી નુરૂૂ શેખની ધમકી અને જબરદસ્તી ઉઘરાણીને પગલે વેપારીએ અંતે કંટાળીને 50 હજાર રૂૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. બીજી તરફ વેપારી દ્વારા સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં તેને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. આજે સવારે ઉમરવાડા ખાતે રહેતો નુરૂૂ શેખ અને તેનો સાથીદાર સાદીક અલી પઠાણ 50 હજાર રૂૂપિયા લેવા માટે ફારૂૂખ શેખ પાસે પહોંચ્યા હતા. રૂૂપિયા લેવા જતાં જ એલસીબી પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખ નુરૂૂ શેખની ધરપકડની ચર્ચા વાયુવેગે પ્રસરી જતાં કોંગ્રેસી બેડામાં પણ સોંપો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના નેતાઓ પણ ખાનગી સ્કુલને ધમકાવીને રૂૂપિયા પડાવતા પકડાયા હતા.

Tags :
crimegujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement