તારે પોલીસનો બાપ બોલાવવો હોય તો બોલાવી લે આજે તમને મૂકવાના નથી, મહિલા એડવોકેટ પરિવાર પર હુમલો
ઘર પાસે પાર્ક કરેલી ગાડીમાં ફૂલ રેકેટ ભટકાડતા હોય દૂર રમવાનું કહેતા માથાકૂટ કરી
ત્રણ સામે ગુનો નોંધાયો, પોલીસની હાજરીમાં ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી
રાજકોટ શહેરના યુની રોડ પર બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં રહેતા મહિલા વકીલ ભૂમિતાબેન ઘનશ્યામભાઈ રુઘાણી(ઉ.55)એ તેમના ઘર પાસે પાર્ક કરેલી ગાડીમાં ફૂલ રેકેટ ભટકાળતા પાડોશીના સંતાનોને દૂર રમવાનું કહેતા આરોપી અનિરૂૂઘ્ધ મોહનલાલ ગરાચ,બિનલ અનિરુદ્ધ ગરાચે અને હિતેશ મોહનલાલએ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી ભૂમિતાબેનના પતિ અને પુત્ર પર હુમલો કરતા ગાંધીગ્રામ-2 પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ભુમીતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ 12/11ના રોજ અમો બધા ઘરે જમવાની તૈયારી કરતા હતા તે દરમ્યાન રાત્રી ના આ શરે નવેક વાગ્યાની આસપાસ દેવાંસુ અનીરુદ્ધભાઈ ગરાચ, ફોરમ હિતેશભાઇ ગરાચ, મૃદંગ હિતેશભાઇ ગરાચ, ભવ્ય દિપકભાઇ કારીયા તથા ભવ્યભાઈના સગા નાના ભાઈ ફુલ રેકેટ રમતા હોય અને ખુબ જ અવાજ કરતા હોય અને પાર્ક કરેલી ગાડી ઉપર વારંવાર ફુલ નાખી રેકેટ ભટકાળતા હોય તેઓને જતા રહેવાનું કહ્યું પરંતુ દૂર જતા ન હતા.ત્યારબાદ રાત્રીના ફોરમે હાથેથી ચપટી વગાડી અમારા સામે આંગળી ચીંધીને બોલી કે ફુલ તો આવશે જ તારાથી થાઇ એ કરી લે એવી ગર્ભીત ધમકી આપી આ વખતે સામેના મકાન ગૌરી સદનમા રહેતા અનીરૂૂધ્ધ મોહનલાલ ગરાચે છોકરાઓને કહેવા લાયગો કે તમે રમવા મંડો એ તો ગાંડી છે ત્યારબાદ અનીરૂૂધ્ધ મોહનલાલ ગરાચે કહેલ કે એ તો અહીંયા જ રમશે થાય તે કરી લે અને ફુલ તો આવશે જ તારી ગાડી ઉપર પછી ખુબ જ અસભ્ય ભાષામા બોલવા લાગ્યો હતો.
દેવાંશુએ ફોરમના હાથમાથી ફુલ લઇને મારી તથા મારા પુત્ર કિશન ઉપર રેકેટ દ્વારા ફુલ મારેલ આ સ્પીડમા આવ તુ રેકેટનુ ફોલ મારા પુત્ર કિશનની આંખમા લાગી ગયુ હતુ.ત્યારબાદ અનીરૂૂધ્ધ મોહનલાલ ગરાચ બોલવા લાગેલ કે મરદના પેટનો હોય તો અહિયા આવ, બારા આવ, મરદ ના પેટ નો છો ને?આ લોકો પર હુમલાઓ કરીને રેકેટથી વાર ઉપર વાર કરતા હતા.પુત્ર કિશન અને પતિ ઘનશ્યામભાઈને મારવા લાગ્યા હતા.ત્યારબાદ ત્યાં ગાંધીગ્રામના મસરી ભેતારીયા આવેલા અને તેણે અનીરૂૂધ્ધ મોહનલાલ ગરાચને હાથે થી ઈશારો કરેલ છતા અનીરૂૂધ્ધે ફરીથી બે વખત રેકેટ વડે હુમલો કર્યો હતો અને અનીરૂૂધ્ધ મોહનલાલ ગરાચ તેમજ બિનલ અનીરૂૂધ્ધ ગરાચ ધમકી આપતા હતા કે તારા ઘર સામે જ ઉભો છુ બારે નીકળ એટલે મારી નાખું અને ટાટીયા ભાંગી નાખુ હું તથા તારી જેમ બાપ વગરનો નથી આજે તુ બાર નિકળ,તારે પોલીસનો બાપ બોલાવો હોય તો બોલાવી લે અને જાહેર રોડ ઉપર ઉભો ઉભો બોલતો હતો કે આજે તો મુકવો જ નથી તેમ કહી ધમકી આપી હતી.
