છૂટાછેડા કરવા હોય તો 25 લાખ આપો, સાસરિયાઓએ જિદંગી બરબાદ કરવાની ધમકી આપતા યુવાનનો આપઘાતનો પ્રયાસ
છ મહિનાના લગ્ન ગાળામાં પત્નીએ કહ્યું તું તારી રીતે રહે હું મારી રીતે રહુ : અવારનવાર આત્મહત્યા કરવાની ધમકી આપતી: સાસરિયાઓ દીકરીનુ ઉપરાણું લઇ કહેતા મારી દીકરીને કાંઇ કહેવાનું નહીં
શહેરના ગાંધીગ્રામના ગોવિંદનગરમાં પંકેશભાઇ રમેશભાઈ છૈયા(ઉ.25)એ તેમની પત્ની સોનલ રાયમલ શિયાર,સાસુ રાધુબેન અને સસરા રાયમલ વિરૂૂદ્ધ ગાંધીગ્રામમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમણે જણાવ્યું કે તેમના લગ્ન બાદ પત્ની અવારનવાર ત્રાસ આપી માથાકૂટ કરતી અને સાસરિયાઓ ઘરે આવી તેનું ઉપરાણું લઇ કહેતા કે મારી દીકરીને કંઈ કહેવું નહીં અને છુટાછેડા જોઈતા હોય તો 25 લાખ આપો તેમ કહેતા કંટાળી ગયેલા યુવાને ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના લગ્ન ગઇ તા.10/12/2024 સોનલબેન રાયમલભાઈ શિયાર (રહે.મહાવીરનગર શેરી નં.3 (ક), રાધે હાર્ડવેરની બાજુમાં, 80 ફુટ રોડ) સાથે થયેલ અને અમારા આ બીજા લગ્ન અમોએ ફુલ હાર કરી ઘરમેળે કરેલ હોવાથી લગ્નના કોઇ કાગળો મારી પાસે નથી.ગઇ તા.10/12/2024 ના રોજથી અમો પતિ પત્ની એકબીજાની સાથે રહેતા હોય અમારા પત્ની અમારી સાથે રહેતા હોવા છતાં લગ્નની પ્રથમ રાતથી આજદીન સુધી અમારી સાથે કોઇ લગ્ન સંબંધ બાંધેલા નથી અને અમો અમારા પત્ની સોનલને ખુબ સારી રીતે રાખતા હોવા છતાં ઘરની નાની નાની વાતોમાં મારા પત્ની અમારી સાથે અવારનવાર બોલાચાલી તથા ઝઘડાઓ કરતાં હતા.
જેથી ગઇ તા.05/06ના રોજ બપોરના અમારા ઘરે હતા ત્યારે મેં મારા પત્નીને કહેલ કે,આપડે બાળક વિશે હવે વિચારવું પડશે જેથી મારી પત્નીએ કહેલ કે,તું તારી રીતે રહે હું મારી રીતે રહું તેમ કહેતા મારા પત્ની સોનલે મને ધમકી આપતા કહેલ કે, હું આત્મહત્યા કરી લઈશ અને તમારા બધાના નામ લખતી જઈશ અને તમને બધાને ખોટા કેસમાં ફીટ કરાવીને તમારી જીંદગી બરબાદ કરી નાખીશ.સ્ત્રસ્ત્ર આવી રીતે અમારે પતિ પત્નીને એકબીજા સાથે નાની વાતોમાં બોલાચાલી થતાં અમોને જાણ કર્યા વગર મારા પત્ની તેમના ઘરે (પિયર) જતી રહી હતી.
બાદ ગઇ તા.07/06ના રોજ સવારના આશરે દશેક વાગ્યાની આસપાસ મારા સાળા તથા મારા સાસુ રાધુબેન તથા મારા સસરા રાયમલભાઇ શિયાર તથા મારા પત્ની અમારા ઘરે આવીને અમારી સાથે આ બાબતે ઝઘડો કરેલ. અને મારા સાસુએ મને કહેલ કે,અમારી દીકરીને તમારે કાંઇ નહીં કહેવાનું તેને જેમ રહેવું હોય તેમ રહેવા દેવાની તેને કાંઈ કહેશો તો તમારા બધાની જીંદગી બરબાદ કરી નાખીશુ.જેથી મન માં લાગી આવતા મેં મારી જાતે ઝેરી દવા પી લીધી હતી.બાદમાં અમારા પરીવારના સભ્યો મારા પત્નીના ઘરે ગયેલ હોય જેમાંથી મારા સાસુ તથા સસરાએ કહેલ કે, તમારે છૂટાછેડા કરવા હોય તો 25 લાખ આપો જેવી પૈસાની માંગણી કરતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.