આ રોડ પર આવશો તો જીવતા નહીં છોડું, ધો. 12ના છાત્ર પર બે લુખ્ખાનો હુમલો
શહેરનાં યુનિ. રોડ સમરસ હોસ્ટેલ રોડ પરથી પોતાના ઘરે જતા બે મિત્રોને સ્કુટર પર આવેલા બે શખ્સોએ કેમ ગાળ બોલ્યો કહી માથાકુટ કરી હતી અને આ રસ્તા પર આવશો તો જીવતા નહી મુકીએ કહી બંને શખ્સોએ ધો. 12 નાં વિધાર્થી પર હુમલો કર્યો હતો. આ મામલે યુનિવસીટી પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.
બનાવની વધુ વિગતો અનુસાર મુંજકા પાસે બંસી ધર વાળી શેરી 9 મા રહેતા ગૌતમભાઇ ભરતભાઇ ગમારા (ઉ.વ. 19) એ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ યુનિ. રોડ પર આવેલ સિહાર શાળામા ધો. 12 મા અભ્યાસ કરે છે. ગઇકાલે તા. 19/3 નાં રોજ મિત્રો સાથે રાત્રીનાં સમયે રામપીર ચોકડી પાસે મિત્ર અનિલને મળવા ગયા હતા. ત્યાંથી રાત્રે અગ્યિારેક વાગ્યે ત્યાંથી મુંજકા જવાનાં રસ્તે ઘરે પરત ફરતા હતા ત્યારે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પાસે આવેલ શિલ્પન ઓનેક્ષ બિલ્ડીંગ પાસે પહોંચતા એક એક એકસેસ વાળો ડબલમા આવ્યા અને વાહન આગળ ચલાવી કહયુ મને ગાળો કેમ આપી કહી ચાલક નીચે ઉતરી અને ઉતરી ઝાંપટો મારવા લાગ્યો હતો. ત્યારબાદ ગૌતમ અને તેમનો મિત્ર સ્કુટર ચલાવી થોડે આગળ નીકળતા ફરી આ બંને શખ્સો ત્યા આવ્યા અને ફરી માથાકુટ કરી અને કહયુ કે હવે આ રોડ પર આવશો તો જીવતા નહી છોડુ બાદમા આરોપીએ છરીનો ઘા ઝીંકી દીધો હતો અને કાકા છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો આ મામલે યુનિવસીટી પોલીસમા ફરિયાદ નોંધાઇ છે.