રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સેલ્સમેનને ભાગીદાર બનાવ્યો તો ડેટા ચોરી ધંધો હડપ કરી લીધો

04:32 PM Oct 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના વિરાણી અઘાટમાં હાર્ડવેર અને સેનેટરીવેરનું કારખાનું ધરાવતાં કારખાનેદાર સાથે સેલ્સેમેન માંથી ભાગીદાર બનેલા શખ્સ અને તેના સાથીદારે રૂૂ.3.47 લાખની છેતરપીંડી કર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ મામલે તપાસ કરી પૂર્વ ભાગીદારની ધરપકડ કરી છે.

રાજકોટના નાનામવા રોડ ઉપર આવેલ અજમેરા શાસ્ત્રીનગર પાસે વ્હાઈટ હાઉસ બંગલોમાં રહેતાં અને વિરાણી અઘાટમાં ઘનશ્યામનગર શેરી નં.ર ખાતે ખોડલ એસ્ટેટમાં વેરીટો ઈન્ડીયા નામનું હાર્ડવેર અને સેનેટરીવેરનું કારખાનું ધરાવતાં રસિકભાઈ વીરજીભાઈ ખાણધરે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પૂર્વ ભાગીદાર જીવરાજ પાર્ક સત્યજીત સોપાન એપાર્ટમેન્ટમાં રહેતા ધવલ વલ્લભભાઈ ખાંટ અને પૂર્વ સેલ્સમેન પુનિતનગર શેરી નં.10માં રહેતા હિતેષ હરિભાઈ કલોરાણીયાનું નામ આપ્યું છે. રસિકભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ધવલને 2006થી ઓળખે છે. ધવલ અગાઉ તેમના કારખાને અને બીજી પેઢી વાયબ્રન્ટ મેટલ ટેકમાં કોમ્પ્યુટર સર્વિસનું કામ કરવા આવતો હતો. ધવલે રસિકભાઈને પોતાનો કોમ્પ્યુટર સર્વિસ ધંધો છે તેમાં કમાણી નથી, જેથી તેના કારખાનામાં ગમે તે યુનિટમાં નોકરીમાં રાખી લેવા વિનંતી કરી હતી. ધવલને નોકરીએ રાખી માર્કેટીંગ, ઓફિસ વર્ક, એકાઉન્ટ અને ફાયનાન્સને લગતું તમામ કામ સોંપ્યું હતું. ધવલ ટુરમાં જઈ વેપારીઓ સાથે સંપર્ક કરી ધંધો કરતો હતો. પરિણામે ધવલને 2019માં તેના કારખાનામાં એકપણ રૂૂપિયાનું રોકાણ કરાવ્યા વગર 33 ટકાના ભાગીદાર તરીકે રાખ્યો હતો.

જેનો દસ્તાવેજ પણ કર્યો હતો. ત્યાર પછી ધવલે તેના કારખાનામાં હિતેષને માર્કેટીંગના કામ માટે રાખ્યો હતો. આ રીતે બંને આરોપી તેના કારખાનામાં સેલીંગ સહિતનું તમામ કામ સંભાળી, તમામ વહિવટ પણ કરતા હતા.
ત્યાર પછી 2023માં રસિકભાઈની તબિયત લથડતા બે- ત્રણ મહિના કારખાને જઈ શક્યા ન ત્યારે તેમની ગેરહાજરીનો ફાયદો લઈ તેના કારખાનાનો મહત્વનો ડેટા લઈ લીધો હતો. જે ડેટામાં વેપારીઓના સંપર્ક નંબરો, પ્રોડક્ટ કોસ્ટીંગ વગેરે માહિતી ચોરી લીધી હતી. તેમજ ધવલ અને હિતેષે રસિકભાઈની જાણ બહાર વાવડીમાં અલગથી બીજુ યુનિટ ઉભું કરી તેમાં મેટ ફોકસ મેટલ નામનું કારખાનું શરૂૂ કરી દીધું હતું. પોતાની બ્રાન્ડનું નામ અશ્વેધ રાખ્યું હતું.

ગઈ તા.31-3-2024ના રોજ ધવલે કારખાનામાં મને 50 ટકા ભાગીદારી આપવા અથવા તો હિસાબ આપીને ભાગીદારી છુટી કરવાની વાત કરતા રસિકભાઈએ તેને ભાગીદારીમાંથી છુટ્ટો કર્યો હતો. તે વખતે તેનો હિસાબ પણ કરી દીધો હતો.

નોટરી રૂૂબરૂૂ ભાગીદારી છુટ્ટી થયાનો દસ્તાવેજ પણ કર્યો હતો. ધવલ પાસે તે વખતે તેના હસ્તકના અલગ-અલગ વેપારીઓ પાસેથી રૂૂા.56.47 લાખ લેવાના નીકળતા હતા. આ તમામ વેપારીઓની માહિતી માત્ર ધવલ પાસે જ હતી.

જેથી તે ઉઘરાણું કરી રકમ ચુકવી આપશે તેવું નકકી થયું હતું. સાથો-સાથ ધવલે પોતે તેના કારખાનાની હાર્ડવેર પ્રોડકટનો ઉપયોગ નહીં કરે તેવી નથી. તેની પેઢીના 2019થી 2022 બાંહેધરી પણ આપી હતી. જેથી તે ધંધામાં નડતરરૂૂપ ન થાય તે માટે તેને ગુડવીલના રૂૂા. 12 લાખ ચુકવ્યા હતા.

ભાગીદારી છુટ્ટી થયા બાદ ધવલે વેપારીઓ પાસેથી લેવાના થતા રૂૂા.56.47 લાખ ઉઘરાણી કરી તેને આપ્યા ન હતા. આ બાબતે આજ સુધી કોઈ જવાબ પણ આપ્યો નથી. એટલું જ નહીં માર્કેટિંગ કરતા હિતેષને પણ સાથે લઈ ગયો હતો. બંનેએ રસિકભાઈના વેપારીઓ અને ગ્રાહકોને વેરીટો બ્રાન્ડના પોતે માલીક હોવાનું કહી આ બ્રાન્ડને પ્રિમીયમ સેગમેન્ટમાં ક્ધવર્ટ કરી, વેપારીઓ અને ગ્રાહકોને હવેથી અમે તમને અશ્વેધ બ્રાન્ડનો માલ આપીશું, વેરીટો બ્રાન્ડનો માલ તમારી પાસે પડયો હોય તો અમને પરત આપી દેવા કહેવાનું શરૂૂ કર્યું હતું કે, આ રીતે રસિકભાઈની કંપનીનો માલ વેપારીઓ પાસેથી પાછો મંગાવી અને પોતાનો માલ મોકલતા રસિકભાઈને ધંધામાં મોટી આર્થિક નુકસાની થઈ છે.આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા જેના આધારે પોલીસે તપાસ કરી આરોપી ધવલની અટકાયત કરી તપાસ આગળ - ધપાવી છે.

Tags :
crimefraudgujaratgujarat newsrajkotrajkot newssalesman
Advertisement
Next Article
Advertisement