For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફેસબુક કે સોશિયલ મીડિયા મારફતે કોઇ પૈસા માંગે તો આપવા નહીં, રાજકોટના બે વ્યક્તિ ભોગ બન્યા

05:00 PM Dec 11, 2024 IST | Bhumika
ફેસબુક કે સોશિયલ મીડિયા મારફતે કોઇ પૈસા માંગે તો આપવા નહીં  રાજકોટના બે વ્યક્તિ ભોગ બન્યા
Advertisement

હાલ સાયબર ફ્રોડ વધી રહયા છે ત્યારે સાયબર ક્રાઇમ પોલીસના સ્ટાફ દ્વારા લોકો માટે ઓનલાઇન ફ્રોડથી બચવા માટે અલગ અલગ સેમીનાર યોજી જાગૃત કરવામાં આવી રહયા છે. ત્યારે રાજકોટ શહેરમાં બે વ્યકિત સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનુ સાયબર પોલીસ મથકમાં નોંધાયુ છે. આ ઘટનામાં સૌપ્રથમ ફરીયાદમાં નિર્મલા રોડ પર રહેતા ક્રિમીબેન વાગડીયાએ પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોતે ફેસબુકનો ઉપયોગ કરે છે જે હાલ બંધ હાલતમાં હતુ. ગઇ તા. 24-3 ના રોજ સાંજના સમયે ફેસબુક એકાઉન્ટના મેસેન્જરમાં રહેલી તેમની મિત્ર મિતલ પાટડીયાનો મેસેજ આવ્યો અને તેમણે કોડ માંગ્યો હતો. ત્યારબાદ તેમને કોડ આપતા ફેસબુક ઓટોમેટીક લોગઆઉટ થઇ ગયુ હતુ અને ત્યારબાદ ફેસબુક ફરીથી લોગ ઇન થયુ ન હતુ.

ત્યારબાદ ક્રિમીબેને વોટસઅપ સ્ટેટસમાં પોતાનુ ફેસબુક હેક થયાનો મેસેજ મુકી દીધો હતો અને તેમાં કોઇની સાથે નાણાકીય વ્યવહાર કરવો નહી તેમ લખ્યુ હતુ. ત્યારબાદ રાત્રીના સમયે ક્રિમીબેનના પતિના ફોનમાં વેપારી પુર્વેશભાઇ શાહનો કોલ આવ્યો હતો અને તેમા તેમણે પતિને જણાવ્યુ હતુ કે તમારા પત્નીએ રૂ. રપ00 માંગ્યા હતા જેમણે ટ્રાન્સફર કરી દીધા છે. ત્યારબાદ મિતલ પાટડીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે તેમનુ ફેસબુક એકાઉન્ટ પર કોઇકે હેક કરી નાખ્યુ છે. આ મામલે તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. તેમજ બીજી ફરીયાદમાં અભયભાઇ કિરીટભાઇ શાહ કે જેઓ નાગેશ્ર્વર પાસે અજમેરા એપાર્ટમેન્ટમાં રહે છે તેઓ વીમા પોલીસીમાં ચેકીંગ ઓફીસર તરીકે નોકરી કરે છે.

Advertisement

તેઓએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેમના પત્ની ફેનીબેનનુ ફેસબુક એકાઉન્ટ હાલ બંધ છે. ગઇ તા. 27 ના રોજ મામાજી સસરાનો કોલ આવ્યો હતો અને તેમણે કહયુ હતુ કે તમારા પત્નીને પૈસાની જરૂર છે ? તેઓએ મારી પાસેથી ફેસબુક મારફતે પૈસા માગ્યા હતા. ત્યારબાદ પત્નીએ પોતાનુ ફેસબુક લોગ ઇન કરવા જતા ફેસબુક ઓપન થયુ ન હતુ અને તેમનુ ફેસબુક કોઇએ હેક કર્યાનુ જાણવા મળ્યુ હતુ તેમજ મામાજી સસરાને મેસેજ દ્વારા એક મોબાઇલ નંબરમાં રૂ. 13000 ટ્રાન્સફર કરવાનો મેસેજ આવ્યો હતો. આ ઘટનામાં સાયબર ક્રાઇમમાં ફરીયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ એમ. એ. ઝણકાટ તેમજ પીઆઇ આર. જી. પઢીયાર સહીતના સ્ટાફે ખેડામાં નેનપુરમાં આવેલી અજીત સોસાયટીમાં રહેતા પ્રિતેશ મહેશ પ્રજાપતિએ આ ફેસબુક એકાઉન્ટ હેક કર્યાનુ જાણવા મળતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement