ICC ચેરમેન જય શાહનો નકલી અંગત સચિવ ઝડપાયો
ICCના ચેરમેન જય શાહનો નકલી PA ઝડપાયો છે. હરિદ્વારમાં જય શાહનો નકલી PA બનીને એક શખ્સ હોટલમાં સુખ સુવિધાનો લાભ મેળવતો હતો.નકલી PA બનીને એક શખ્સ કેટલાક દિવસથી હોટલમાં રોકાયો હતો અને સુવિધાઓનો લાભ ઉઠાવતો હતો. હવે પોલીસે ફરિયાદના આધારે જય શાહના નકલી ઙઅને ઝડપી પાડ્યો છે.
35 વર્ષીય અમરિંદર સિંહ, જે પંજાબના ફિરોઝપુરનો છે. ખુદને જય શાહનો અંગત સચિવ બતાવીને લોકોને મળતો પણ હતો. હોટલના માલિકને શક જતા તેને પોલીસને ફરિયાદ કરી હતી અને તે બાદ આરોપી વિરૂૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના હોટલ ઉદયમાનની છે.
અમરિંદર પાસેથી BCCIનું એક ફેક આઇડી કાર્ડ પણ મળી આવ્યું છે જેના પર ICC ચેરમેન જય શાહ અને આરોપી અમરિંદરની તસવીર છે. આઇકાર્ડ પર જય શાહના હસ્તાક્ષર પણ છે. વચ્ચે અશોક સ્તંભ અને ઇઈઈઈંનો લોગો પણ છે. ICCના ચેરમેન બન્યા પહેલા જય શાહ ઇઈઈઈંના સચિવ હતા. પંજાબ પોલીસ પાસેથી અમરિંદરના ગુનાહિત ઇતિહાસની જાણકારી મેળવવામાં આવી રહી છે.