તારી સાથે લગ્ન કરીશ, હું સાવ કુંવારો છું, કહી ભાઇના મિત્રએ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટ શહેરમા યુવતીને લગ્નની લાલચ આપી વધુ એક દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ઘટના બાદ આરોપી પરણેલો હોવાનુ જાણવા મળતા આરોપીએ યુવતીને સ્વીકારવાની ના પાડી દીધી હતી અને બાદમા યુવતીએ યુનીવર્સીટી પોલીસ મથકમા આરોપી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી યુવતીએ આરોપી તરીકે રૈયા રોડ પર બાપા સીતારામ ચોક પાસે રહેતા હીરેન ઉર્ફે કાનારાજા રેવાભાઇ ધોળકીયાનુ નામ આપતા તેમની સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે. યુવતીએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેનાં પિતા હયાત નથી અને હાલ તે તેનાં માતા અને ભાઇ સાથે રહે છે અને એક કંપનીમા નોકરી કરે છે. જુલાઇ મહીનામા તેમનાં માતાનુ અકસ્માત થયો હતો અને તેમને રાજકોટની સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા . ત્યા તેમનો કૌટુબીક ભાઇ અને તેમની સાથે હીરેન ધોળકીયા પણ આવ્યો હતો . ત્યારબાદ આ હીરેન સાથે ઓળખાણ થઇ હતી અને એક અઠવાડીયા સુધી માતા પાસે હોસ્પીટલમા ખબર કાઢવા માટે આવતો હતો.
ત્યારબાદ બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત શરુ થઇ હતી અને અવાર નવાર અલગ અલગ જગ્યાઓ પર મળતા હતા. દરમ્યાન હીરેને હુ તારી સાથે લગ્ન કરીશ. હું સાવ કુંવારો છુ. તેવી વાતચીત કરી લગ્નનુ વચન આપ્યા બાદ અવાર નવાર કેકેવી હોલ પાસે આવેલી શ્રી સાગર હોટલ અને જામનગર રોડ પર આવેલી પ્રયાગરાજ રીસોર્ટ ખાતે લઇ જઇ મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. ત્યારબાદ યુવતીને જાણવા મળ્યુ કે હીરેનનાં લગ્ન થઇ ગયેલા છેે અને તેણેે યુવતીને ખોટા લગ્નની લાલચ આપી છેતરી અને દુષ્કર્મ ગુજાર્યુ છે . જેથી યુવતીએ યુનીવર્સીટી પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.
આરોપી યુવતિ પાસેથી ઉછીની રકમ પણ લઈ ગયો હોય પાછી આપતો ન હોય જેથી યુવતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ને થોડા દિવસ પહેલા યુવતિ પર પાઈપ વડે હુમલો કરી પગ ભાંગી નાખ્યા હતાં. તે વખતે પોલીસે હિરેનની ધરપકડ કરી હતી.