ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તું મને બહુ ગમે છે, તું મારી સાથે સંબંધ રાખ, યુવતીનો હાથ પકડી સુપરવાઇઝરની છેડતી

04:32 PM Aug 11, 2025 IST | Bhumika
Advertisement

મેટોડા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં કામ કરતી મહિલાનો સુપરવાઈઝરે તું મને ખુબ ગમે છે કહી હાથ પકડી લઇ છેડતી કરતા મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Advertisement

મેટોડા જીઆઈડીસીમાં રહેતી મૂળ ધારી પંથકની 21 વર્ષીય પરિણીતાએ મેટોડા જીઆઈડીસી પોલીસમાં મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મેહુલ અશોક સોલંકીનું નામ આપતાં જણાવ્યું હતું કે, હું અને મારા પતિ છેલ્લા અઢી માસથી મેટોડા જીઆઈડીસીમાં આવેલ એક કારખાનામાં કામ કરીએ છીએ અને મારે સંતાનમાં એક પુત્ર છે. ગઇ તા.07/08/2025ના રોજ હું તથા મારા પતિ સવારે સાતેક વાગ્યે કામ ઉપર ગયેલ હતા અને હું તથા મારા પતિ હાઉસ કીપીંગ સાફ-સફાઈનું કામ કરતા હતા. બપોરે જમીને આશરે અઢી વાગ્યાના અરસામાં મારા પતિને અમારા સુપર વાઇઝર મેહુલભાઇ અશોકભાઇ સોલંકીએ અમારા સાહેબના ઘરે કામ હોય જેથી રાજકોટ ખાતે મોકલેલ હતા.

બાદ બપોરના ત્રણ વાગ્યે મારા સુપરવાઇઝર મેહુલભાઈ નીચે આવેલ અને મને કહેલ કે ઉપર સીડી પાસે કામ છે, ત્યાં આવજે. જેથી હું ત્યા સીડી પાસે ગયેલ ત્યારે મેહુલ એકલો ત્યા હાજર હતો અને મને કહેલ તુ મને ખુબ ગમે છે અને તુ મારી સાથે સંબંધ રાખ કહી મારો હાથ પકડેલ હતો. જેથી મે તેને કહેલ કે, તુ મને જવા દે, હું કોઈને નહિ કહું તેમ કહી હું ત્યાથી નિકળી ગયેલ હતી અને તુરંત મારા ઘરે ચાલી ગયેલ હતી. રાત્રે મારા પતિ ઘરે આવતા આ બનાવની જાણ મે મારા પતિ તેમજ ભાઈ, સાસુ તથા નણંદને બનાવ બાબતે જાણ કરેલ હતી. બાદમાં પરિણીતાએ મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં કંપની સુપરવાઈઝર વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે છેડતીની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂૂ કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement