મારા ઉપર પચ્સીસ ગુના છે વધુ એક નોંધાશે તો ફેર નહીં પડે, કોગીં કોર્પોરેટરના ભત્રીજાની ફિલરમેનને ધમકી
મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા મનોજભાઈ ભીખાભાઈ તન્ના(ઉ.વ. 31)એ અક્રમ દાઉદાણી અને તેની સાથે આવેલા દિવ્યાંગ મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મનોજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,આજથી બે માસ પહેલા જેની તારીખ મને યાદ નથી રાત્રીના અગીયાર વાગ્યે હું મારા પેટ્રોલપંપ ખાતે ફિલરમેન તરીકે ફરજ પર હાજર થયેલ જ્યા મારી સાથે પેટ્રોલ વિભાગમાં સુભમ ત્રિવેદી તથા વિવેક રાઠોડ કે જે સી.એન.જી. વિભાગમાં મારી સાથે ફરજ પર હાજર હતો તે દરમિયાન રાત્રીના કલાક 02/17 વાગ્યે બે શખ્સો પોતાનું સ્ફુટર લઇ જેમાં એક બાઈકનુ પેટ્રોલ ખાલી થઇ ગયેલ હોય જેમાં એક શખ્સ પોતાની ઓળખ અક્રમ દાઉદાણી તરીકે આપી સુભમ ત્રિવેદી પાસે આવી 100 રૂૂપિયાનુ પેટ્રોલ નાખી દે જેથી સુભમે પેટ્રોલ નાખી આપેલ જે બાદ સુભમને નામ સરનામું પુછી ગાળો દેવા લાગેલ જેથી વિવેક રાઠોડ આ અક્રમભાઇ નામના શખ્સને ગાળો બોલવાની ના પાડતા આ અક્રમભાઈ તેમજ તેની સાથે આવેલ એક અજાણ્યો ઇસમ જે પગથી અપંગ હોય તે બંન્નેએ આ વિવેક ને ઢીકા પાટુનો મૂંઢ માર મારી અક્રમે તેની પાસે રહેલ એક્સેસ જેવા સ્કૂટરની ડેકીમાંથી છરી કાઢી સુભમ તેમજ વિવેકને બતાવવા લાગેલ અને આટલી જ વાર લાગે તેમ કહી ગાળો હોય તે દરમિયાન હું આવી જતા આ અક્રમ તેમજ તેની સાથે આવેલ અપંગ વ્યકતિને ઝઘડો ન કરો તેમ સમજાવતા આ અક્રમે મારી ઉ પર પચ્ચીસ ગુન્હા નોંધાયેલ છે.
જેમાં એક ગુન્હો નોંધાય તો મને ફેર નહી પડે તેમ કહી પેટ્રોલપંપ સળગાવી દઇશ મને જાનથી મારી નાખવાની ધમકી આપી આ અક્રમ તથા તેનો સાગરીત જેનુ નામ મને આવળતુ નથી તે બંન્ને પોત પોતાનુ સ્કૂટર લઇ નાશી ગયેલ અને વિવેકને શરીરે મૂંઢ દુખાવો થતો હોય મે 108 ને ફોન કરી 108 ને બોલાવી વિવેકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.આ ગુનામાં સામેલ અક્રમ અગાઉ પણ મારામારીમાં આવી ચુક્યો છે અને કોંગી કોર્પોરેટરનો ભત્રીજો થતો હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.