ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મને તારા પ્રત્યે કોઇ લાગણી નથી, ભવિષ્યમાં તારાથી કોઇ બાળક પણ નથી જોઇતું: પરિણીતાને ત્રાસ

04:21 PM Mar 01, 2025 IST | Bhumika
Advertisement

નાનામવા રોડ પર રાજનગર ચોકમાં રહેતાં નિધીબેને (ઉ.વ.31)એ પતિ-નિરવ અજુડીયા (રહે. ઓસ્ટ્રેલીયા), સસરા વૃજલાલભાઈ, સાસુ-રમાબેન અને દિયર રક્ષીત (રહે. બધા જામનગર સામે ઘરકામ અને ઘર ખર્ચ બાબતે મેણા-ટોણા મારી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.નિધીબેને પોલીસને જણાવ્યું કે, તેના લગ્ન એકાદ વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ તે સંયુકત પરિવારમાં રહેવા ગયા હતા. ગઈ તા.3-3-24નાં પતિ-નિરવ ઓસ્ટ્રેલીયા જતો રહ્યો હતો.

Advertisement

જયારે તા. 1-4-24નાં સસરાએ બસમાં બેસાડી પિયરમાં મોકલી દીધી હતી.વધુમાં જણાવ્યું કે લગ્ન બાદ પતિએ ત્રણેક દિવસ સારી રીતે રાખી હતી.ચોથા દિવસે મે ફકત મારા માતા-પિતાને સાચવવા માટે જ તારી સાથે લગ્ન કર્યા છે, મારે તારા પ્રત્યે કોઈ લાગણી નથી, મારે ભવિષ્યમાં તારાથી કોઈ બાળક પણ જોઈતુ નથી.કહી ત્રાસ આપવાનું શરૂૂ કર્યું હતું. પતિ સાસુ-સસરા નાની-નાની બાબતે ઝઘડાઓ કરી ત્રાસ આપતા હતા.તેમજ સંબંધીઓ સાથે ફોનમાં વાત કરવાની ના પાડતા હતા. જો કોઈ સંબંધી ઘરે આવે તો તોછડાય ભર્યું વર્તન કરતા હતા. સાસરીયાઓ શંકા-કુશંકા કરતા હોય તે સુવે ત્યારે દરવાજો ખુલ્લો રાખવાનું કહેતા હતા. દરવાજો બંધ રાખે તો સાસુ ઝઘડો કરતા હતા અને તારા માતા-પતાએ તને કોઈ સંસ્કાર આપ્યા જ નથી કહી મેંણાંટોણા મારતા હતા.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement