‘તુ ગમતી નથી, અહીંથી ચાલી જા’ તેમ કહી નસેડી પતિએ પત્નીને ધોકાથી માર માર્યો
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ સંતોષીનગરમાં રહેતી પરિણીતાને પતિ દારૂની કૂટેવ અને પરસ્ત્રી સાથેના આડા સંબંધના કારણે છેલ્લા 15 વર્ષથી ત્રાસ આપી તુ ગમતી નથી અહીથી ચાલી જા તેમ કહી ધોકા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગર વિસ્તારમાં આવેલ સંતોષીનગરમાં રહેતા ભાનુબેન પાચાભાઇ સરીયા નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે પતિ પાચા સરીયાએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં ભાનુબેનના 20 વર્ષ પૂર્વ લગ્ન થયા છે અને તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ છે અને 15 વર્ષથી દારૂ પી ત્રાસ આપી મારકૂટ કરે છે. ગઇકાલે દારૂના નશામાં પતિએ તુ ગમતી નથી અહીથી ચાલી જા તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.