‘હું થોરાળાનો ડોન છું’... ગુંદાવાડી પોલીસ ચોકીમાં શખ્સની ધમાલ
આરોપીએ પોલીસ ચોકીમાં દીવાલે માથા પછાડયા, જાતે જ શરીરે બચકાં ભર્યા
શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળની ગુંદાવાડી પોલીસ ચોકીમાં ગત સાંજે નવા થોરાળાના એક શખ્સે ગાળો બોલતા બોલતાં ઘુસી જઇ નહું નવા થોરાળાનો ડોન ગૌરવ છું, બધી પોલીસ મારા હાથમાં છે, બધાનું આજે પુરુ કરી નાખવુ છેથ તેમ કહી બીજી પોલીસ ક્યાં ગઇ છે? તું બહાર નીકળ આજે તને છરીના ઘોદા મારી દેવા છે તેમ ચોકીમાં હાજર મહિલા કોન્સ્ટેબલને કહી ધમકાવી ગાળો દઇ પોલીસ ચોકીના કબાટમાં, દિવાલમાં પોતાના માથા પછાડી તેમજ પોતાના વાળ ખેંચી, પોતાને જ બટકા ભરી દેકારો મચાવી ધમાલ કરતાં મહિલા હેડકોન્સ્ટેબલે ક્ધટ્રોલ રૂૂમમાં ફોન કરતાં પીસીઆર આવી પહોંચી હતી અને આ શખ્સને અટકાયતમાં લીધો હતો.
ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ગુંદાવાડી પોલીસ ચોકીના હેડકોન્સ. તોરલબેન નવિનચંદ્રભાઇ જોષી (ઉ.વ.35)ની ફરિયાદ પરથી નવા થોરાળામાં રહેતાં ગૌરવ પ્રવિણભાઇ ખીમસુરીયા (ઉ.વ.28) નામના શખ્સ વિરૂૂધ્ધ ગુનો નોંધી તેની અટકાયતની તજવીજ કરી હતી.હેડકોન્સ. તોરલબેન જોષીએ જણાવ્યું હતું કે હું સાંજે પાંચેક વાગ્યે ગુંદાવાડી પોલીસ ચોકીમાં મારી ફરજ પર હતી ત્યારે એક શખ્સ ઉશ્કેરાટ સાથે ચોકીની અંદર આવ્યો હતો અને ગાળાગાળી કરતો હતો. તેણે નહું નવા થોરાળાનો ડોન છું, મારું નામ ગૌરવ છે, બધી પોલીસ મારા હાથમાં છે, મને હજી ઓળખતા નથીથ તેમ કહી ગાળો દઇ ફરીથી કહેલુ કે નબાકીની પોલીસ ક્યાં છે? હું આજે બધાનું પુરુ કરી નાખવાનો છુંથ. ત્યારબાદ મેં તેને બહાર નીકળવાનું કહેતાં તેણે વધુ ગાળો બોલી હતી અને મને કહેલુ કે-ચોકીની બહાર નીકળો છરીના ઘોદા મારી પતાવી દેવાનો છું.
ફરીથી મેં તેને ચોકીની બહાર જવાનું કહેતાં તેણે જોર જોરથી બૂમો પાડી પોલીસ ચોકીની અંદર રહેલા લોખંડના કબાટમાં તેના માથા પછાડાવનું ચાલુ કર્યુ હતું. તેમજ પીઠનો ભાગ પણ કબાટમાં પછાડયો હતો. ફરીથી તે બોલવા માંડયો હતો કે-આજે તો બધાને ફીટ કરાવી દેવા છે, બધાને છરીના ઘોદા મારી દેવા છે. આ પછી તે પોતી જાતે જ પોતાને બટકા ભરવા માંડયો હતો અને માથાના વાળ ખેંચવા માંડયો હતો. આ પછી તેણે ફરીથી દિવાલમાં પોતાનું માથુ અથડાવ્યું હતું. આ પછી મેં તુરત જ ચોકી ઇન્ચાર્જ પીએસઆઇ એ. જે. લાઠીયાને જાણ કરી હતી અને પોલીસ ક્ધટ્રોલ રૂૂમમાં ફોન કર્યો હતો. આ દરમિયાન પીએસઆઇ એ. પી. ગોહિલ અને પીએસઆઇ એ. જે. લાઠીયા ચોકીએ આવી ગયા હતાં.
આ બધાએ પણ તેને ગાળાગાળી નહિ કરવા અને ગેરવર્તન નહિ કરવા સમજાવ્યો હતો. પરંતુ તે વધુ ઉગ્ર બન્યો હતો અને ફરીથી કબાટમાં માથું ભટકાવી ખુરશીઓને પાટા માર્યા હતાં. તેમજ પોલીસ ચોકીમાં રાખેલુ કોમ્પ્યુટર ઉપાડી ઘા કરવા જતો હતો ત્યારે પીસીઆર આવી જતાં ઇન્ચાર્જ કોન્સ. વજુભાઇ ડાભીએ આવી તેને પોલીસવેનમાં બેસી જવા કહેતાં તેણે પીસીઆર ઇન્ચાર્જને પણ સામે થઇ યુનિફોર્મનો કોલર પકડી લીધો હતો અને વધુ ગાળો બોલી હતી.
આ પછી તેને પીસીઆરમાં બેસાડી દેવાતાં તેણે ત્યાં હાજર તેની પત્નિને બૂમ પાડીને કહેલું કે તું દવા પી જા, આ બધી પોલીસના નામ લખાવી દેજે. ત્યારબાદ એ શખ્સને પીસીઆરમાં બેસાડી એ-ડિવીઝન પોલીસ સ્ટેશને લઇ જવાયો હત. તેણે અમારી સરકારી ફરજમાં રૂૂકાવટ કરી હુમલો કરવાની કોશિષ કરી મારી નાખવાની ધમકી આપી હોઇ ફરિયાદ લખાવી હતી. એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં એએસઆઇ જી. કે. રાઠવાએ ગુનો નોંધી આરોપીની અટકાયતી કાર્યવાહી કરી હતી.
આરોપી ગુંદાવાડી હોસ્પિટલની બહાર નીકળતા એક વાહનના ચાલકે અડાડી દેતા માથાકૂટ થઈ’ તી
આરોપીની દિકરી ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ હોઇ તે બહાર ચાલીને નાસ્તો કરવા આવ્યો ત્યારે એક વાહનચાલકે તેને વાહન અડાડી દેતાં બોલાચાલી થઇ હતી. દેકારો થતાં નજીકમાં પોલીસ ચોકી હોઇ ત્યાંથી પોલીસ આવી હતી. જો કે સામાન્ય વાત હોઇ બંનેને સમજાવાયા હતાં. એ પછી બાઇકચાલક જતો રહ્યો હતો. બાદમાં આ શખ્સ પોલીસ ચોકીમાં ઘુસી જઇ કેમ પોલીસ કંઇ કરતી નથી? કહી બુમબરાડા પાડી ભારે ધમાલ મચાવી હતી.