For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાશ્મીર પોલીસમાંથી બોલુ છું તમારુ આંતકવાદીઓ સાથે કનેક્શન છે, રાજુલાના યુવાન સાથે 10 હજારની ઠગાઇ

12:52 PM Aug 13, 2025 IST | Bhumika
કાશ્મીર પોલીસમાંથી બોલુ છું તમારુ આંતકવાદીઓ સાથે કનેક્શન છે  રાજુલાના યુવાન સાથે 10 હજારની ઠગાઇ

રાજુલામાં તત્વજ્યોતી વિસ્તારમાં રહેતા 22 વર્ષિય યુવકને કાશ્મીર પોલીસમાંતી બોલું છું તમારૂૂ આંતકવાદીઓ સાથે કનેકશન છે કહી ગઠિયાએ રૂૂપિયા 10,000 પડાવી છેતરપીંડી આચરી હતી. આ અંગે રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement

રાજુલાના વાવેરા રોડ તત્વજ્યોતી વિસ્તારમાં રહેતા જયભાઈ દિનેશભાઈ કાતરીયા (ઉ.વ.22)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બે અજાણ્યા મોબાઈલ ધારકોએ ફોન કરી કહ્યું રણજીત ઈન્સપેકટર પહેલગામ કાશ્મીરથી બોલુ છું. તેમ કહી પોલીસ ઓફિસરની ખોટી ઓળખ આપી હતી. આંતકી વિરૂૂધ મહાદેવ ઓપરેશન ચાલે છે. તેમા તેમનો નંબર મળી આવ્યો છે.

આરોપીઓએ જયેશભાઈને આંતવાદીઓ સાથે સબંધ હોવાની શંકા વ્યક્ત કરી એટીએસમાંથી નોન-ઈન્વોલ્વમેન્ટ સર્ટિફિકેટ કઢાવવાની વાત કરી હતી. ત્યાર બાદ અલગ અલગ નંબરો પરથી જયભાઈના બહેન સાથે વિડીયો કોલ કરી તેમને પણ ગેરમાર્ગો દોર્યા હતા. આંતવાદીઓનું કાળું નાણું જમા થયાની વાત કરી ધરપકડની ધમકી આપી હતી. યુપીઆઈડી નંબર પર પૈસા ટ્રાન્સફર કરવાનું કહી પૈસા પરત કરવાનો વિશ્વાસ આપી રૂૂપિયા 10,000 પડાવી લીધા હતા. અંતે જયેશભાઈએ બે અજાણ્યા મોબાઈલ ધારકો સામે રાજુલા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પીઆઈ એ.ડી. ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement