હું ગન લઇનેે એ.જી.ચોક આવું છું તું ત્યાં આવજે, કોન્ટ્રાક્ટરને મિત્રની ફોન પર ધમકી
યુનિવર્સિટી રોડ પર સદ્દગુરુનગરની સામે સરિતા વિહાર સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટર મેઘરાજસિંહ ભગીરથસિંહ જાડેજા (ઉ.વ.40)ને હાથ ઉછીના આપેલા રૂૂા. 18 હજાર ફોન કરી પરત માંગતા રવિરાજસિંહ ઝાલા નામના શખ્સે પૈસા પરત આપવા નથી, તારાથી થાય તે કરી લેજે, હું ગન લઈને એજી ચોક ખાતે છું, તું ત્યાં આવ તને આજે મારી નાખવો છે કહી ધમકી આપ્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મેઘરાજસિંહે પોલીસને જણાવ્યું કે તે સિવિલ વર્ક કરે છે.
ગઈ તા. 29-6ના ઘરે હતા ત્યારે તેના મિત્ર આરોપી રવિરાજસિંહે ફોન કરી મારે પૈસાની તાત્કાલિક જરૂૂરિયાત છે. હું તમને થોડાક દિવસમાં પરત આપી દઈશ. તેમ કહેતાં તેને તમે રૂૂબરૂૂ કોટેચા ચોકમાં આવો તેમ જવાબ આપ્યો હતો. ત્યારબાદ તે તેના મિત્ર ભગીરથસિંહ સાથે કોટેચા ચોકમાં ઉભા હતા ત્યારે ત્યાં આવેલા આરોપીએ તેને મને 35 હજાર હાથ ઉછીના આપો કહેતા તેને મારી પાસે 18 હજાર છે તેમ કહેતા આરોપીએ આપવાનું કહેતા તેને રૂૂા 18 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતાં.
ત્રણેક દિવસ બાદ તેણે આરોપીને કોલ કરી પૈસા પરત માંગતા થોડાક સમયમાં કરાવી આપું છું તેમ કહી બહાના બતાવવા લાગ્યો હતો. ત્યારબાદ ગઇ તા. 13ના ફરી તેણે આરોપીને કોલ કરી પૈસા પરત આપવાનું કહેતા આરોપીએ સરખો જવાબ આપ્યો ન હતો. એટલું જ નહીં રાત્રે આરોપીએ ફોન કરી તારા પૈસા આપવા નથી, તારાથી થાય તે કરી લેજે, હું એજી ચોકમાં છું, તું એજી ચોકમાં આવ મારી પાસે ગન છે તને આજે મારી જ નાંખવો છે કહી ધમકી આપી ગાળો આપી હતી.