ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદ એરપોર્ટ ઉપરથી 6 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો

01:25 PM Jul 04, 2025 IST | Bhumika
Advertisement

બેંગ્કોકથી ગાંજો લઇને આવેલી મહિલા અને અબુધાબીથી 15 આઇફોન, કેસર તથા ડિઝિટલ ઘડિયાલો લાવનાર મુસાફરોની ધરપકડ

Advertisement

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એકવાર વિદેશી મુસાફરો પાસેથી ગાંજો અને કેટલીક દાણચોરીની વસ્તુઓ મળી આવી હતી. એક મહિલા બેંગકોકથી આવી રહી હતી.

તેની પાસેથી સાડા છ કરોડનો 6.5 કિલો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક મુસાફર અબુધાબીથી આવતો હતો જેની પાસેથી 15 જેટલા આઇફોન, 4 ડિજિટલ વોચ અને 9,500 ગ્રામ શુદ્ધ કેસર મળી આવતા સેન્ટ્રલ એજન્સી દ્વારા આ તમામ વસ્તુ કોણે મંગાવી હતી અને તેના રીસિવર કેરિયર કઈ રીતે ઓપરેટ કરતા હતા તે દિશામાં તપાસ શરૂૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનામાં લગભગ 200 કરોડનો ગાંજો અને ડ્રગ્સ એરપોર્ટ પરથી પકડાયું છે.

ઉછઈંની ટીમને બાતમી મળી હતી કે, થાઈલેન્ડ બેંગકોકથી આવી રહેલી એક મહિલા પોતાની સાથે હાઈબ્રીડ ગાંજો લઈને આવી રહી છે. ફ્લાઈટ અમદાવાદ પહોંચ્યા બાદ મુસાફરો ઇમિગ્રેશન ક્લિયરન્સમાં હતા ત્યારે જ ઉછઈંની ટીમે એક મહિલાની પૂછપરછ કરી હતી. જેની પાસેથી 6.5 કિલો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. ઉછઈંની ટીમે આ સાડા છ કરોડનો ગાંજો કબજે લઈને મહિલાની અટક કરી તેની પૂછપરછ શરૂૂ કરી છે. તે કોના માટે ગાંજો લઇને આવી હતી તેની તપાસ ચાલી રહી છે.અબુધાબીથી આવી રહેલી ફ્લાઇટમાં એક મુસાફર 9,500 ગ્રામ કેસર લઇને આવી રહ્યો હોવાની બાતમી કસ્ટમ્સની ટીમને મળી હતી.

જેને પગલે કસ્ટમ્સની ટીમ જેતે મુસાફરને અટકાવી તેની તપાસ દરમિયાન તેની પાસેથી 9,500 ગ્રામ શુદ્ધ કેસર મળી આવ્યું હતું. જ્યારે 15 આઇફોન તથા 4 ડિજિટલ વોચ પણ મળી આવી હતી. દાણચોરીની આ તમામ વસ્તુઓ કસ્ટમ્સની ટીમે કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
AhmedabadAhmedabad AIRPORTAhmedabad newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement