પતિ જેઠાણી સાથે ઇન્સ્ટ્રામાં ચેટ કરતો: સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતા
નવ મહિનાથી માવતરે રહેતી પરિણીતાની ગોંડલના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ
રાજકોટમાં નવ મહીનાથી માવતરે રહેતી પરિણીતાએ ગોંડલ રહેતા પતિ સહીતના સાસરીયા વિરૂધ્ધ દહેજ બાબતે ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ સ્વામીનારાયણ ચોક પાસે શ્યામ કોમ્પલેક્ષમાં છેલ્લા નવ મહીનાથી પિતાના ઘરે રહેતી ડોલીબેન જીલભાઇ ખોદાણી (ઉ.વ.27) નામની પરિણીતાએ મહીલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલ રહેતા પતિ જીલ નિલેશભાઇ ખોદાણી, સસરા નિલેશભાઇ, સાસુ જયશ્રીબેન, નણંદ સાક્ષી, મોટા સસરા દિનેશભાઇ અને ફુવાજી મનીષભાઇના નામ આપ્યા છે.ફરીયાદમાં જણાવ્યા મુજબ લગ્નના એક મહીના બાદ પતિ સહીતના સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ ઇન્સ્ટ્રા આઇડીમાં અજાણી છોકરી અને ખરાબ આઇડીને ફોલો કરતો જેથી પેજ ડિલીટ કરવાનું કહેતા ઝઘડો કરતો હતો. સાસરીયા દહેજ બાબતે ત્રાસ મેણાટોણા મારી ત્રાસ આપતા હતા. ગત તા.13/4ના પતિનું ઇન્સ્ટા આઇડી ખોલતા તે જેઠાણી સાથે ચેટ કરતો હોય જેથી ચેટ ડિલીટ કરવા કહેતા તેણે ઝઘડો કરી માથુ દિવાલમાં ભટકાવ્યું હતું. ત્યારથી તેણી માવતરે રહે છે. આ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે સાસરીય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.