ઘંટેશ્ર્વરમાં ગૃહકંકાસમાં પતિએ પત્નીને છરીનો ઘા ઝીંકી દીધો
ઘંટેશ્વર 25 વારીયામાં રહેતા મહિલાને તેમના પતિએ છરીના ઘા ઝીંકી દેતા તેઓને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં મહિલાના બહેને તેમના બનેવી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વધુ વિગતો મુજબ,સાધુવાસવાણી રોડ સુપર ગોલ્ડન માર્કેટની સામે ક્રિષ્ના પાર્ક શેરી નંબર.2માં રહેતા હીનાબેન રોહિતભાઈ ચાવડા(ઉ.વ 34)એ ફરિયાદમાં તેમના બનેવી ઘંટેશ્વર 25 વારીયામાં રહેતા ઇર્ષાદ ફિરોઝભાઈ કુરેશીનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાવી છે. હિનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારી બહેન સીમરનબહેને ઈર્શાદભાઈ ફિરોજભાઈ કુરેશી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેથી તેમને બે દીકરા છે.
ગઈ તા.28/05 રાત્રિના આશરે 10:30 વાગ્યાના અરસામાં મારી બહેન સીમરન બેન નો અજાણ્યા ફોનમાંથી ફોન આવેલ અને જણાવેલ કે મને મારા પતિ ઈર્શાદ માર મારે છે જેથી હું મારા બાળકો લઈ દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાસે ઉભી રહું છું તું મને તેડી જા જેથી હું મારી બહેન તથા તેના બાળકોને તેડીને મારા ઘરે આવતી રહેલ બાદ મારા બનેવી ઈર્શાદભાઈ મને ફોન કરેલ અને મને ગાળો દેવા લાગેલ અને કહેલ કે તું કેમ સીમરનને લઈ ગઈ છો હું હમણાં ત્યાં આવું છું તેમ કહેવા લાગ્યો જેથી મેં ફોન કાપી નાખેલ બાદ રાત્રીના આ ઈર્ષાદ કુરેશી મારા ઘરે આવી ઘરનો ડેલો ખખડાવવા લાગેલ અને અમો તથા મારી બહેન અમારા ફળિયામાં જતા અમો બન્નેને જેમ તેમ ગાળો દેવા લાગેલ જેથી અમો તેને ડેલાની બહાર કાઢેલ અને ત્યાં મારી બહેન સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને હું વચ્ચે પડી છોડાવતી હતી.તે દરમિયાન આ ઈર્શાદભાઈએ છરી કાઢી અચાનક મારી બહેન સીમરન બેનને જમણી બાજુ છાતીના ભાગે છરીનો ઘા મારી દેતા એકદમ લોહી નીકળવા લાગેલા અને આ ઝઘડો ચાલુ હોય જે દ રમિયાન મેં 100 નંબરમાં ફોન કરી દીધેલ હોય પોલીસની ગાડી આવી ગયેલ અને પોલીસે 108 બોલાવી મારી બહેનને અહીં સારવારમાં મોકલી હતી.