પત્નીને ખાધાખોરાકી નહિ ચૂકવનાર પતિને 50 દિવસની કેદ
પરિણીતાએ ચડત ભોરણ પોષણ મેળવવા કરેલી અરજીમાં કોર્ટનો મહત્વનો ચુકાદો
શહેરમાં રહેતી પરિણીતાએ ચડત ભોરણ પોષણ મેળવવા કરેલી અરજી અદાલતે મંજુર કરી પતિને 50 દિવસની જેલની સજાનો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતી સરોજબેન નામની યુવતીના કલ્પેશ જગદીશભાઈ ભટ્ટી નામના યુવાન સાથે લગ્ન થયા હતા. બાદ દાંપત્ય જીવન વચ્ચે મનમેળ ન રહેતા પરણીતા પોતાના માવતરએ ચાલી ગઈ હતી.
બાદ પરણીતાએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે અદાલતમાં અરજી કરી હતી . જેમાં અદાલતે પરણીતાનું વચગાળાનું ભરણ પોષણ મંજૂર કરી પરણીતાને માસિક ત્રણ હજાર ચૂકવવા હુકમ કર્યો હતો. જે હુકમનું સામેવાળા પતિ કલ્પેશ ભટી પાલન ન કરતા હોય આથી સરોજબેને પોતાના એડવોકેટ મારફતે પાંચ માસનું ચરત ભરણપોષણ 15000 મેળવવા અદાલતમાં અરજી કરતા જે અરજીમાં સામેવાળા કલ્પેશ ભટીને નોટિસની બજવણી કરવા છતાં અદાલતમાં હાજર રહેતા ન હોય કલ્પેશ ભટ્ટી વિરુદ્ધ પકડ વોરંટીસ્યુ કરવાનું કમ કરેલ તેમ છતાં પકડ વોરંથી ભાગેડુ ફરતો કેસ રેકર્ડ ને ધ્યાને લઈ તેમજ સામેવાળા રકમ ભરપાઈ કરતા ન હોય જેથી અરજદારના એડવોકેટ અમિત ગડારાય કરેલી દલીલો ધ્યાને લઇ અદાલતે 50 દિવસ સાદી જેલની સજા નો હુકમ ફરમાવેલો છે. અરજદાર સરોજબેન વતી એડવોકેટ તરીકે અમિત ગડારા રોકાયા હતા