બેડી ગામે શાકભાજી લેવા ગયેલી પત્નીને પતિએ હાથમાં ધારીયુ માર્યુ
રાજકોટમાં બેડી ગામ મેન રોડ પર શાકમાર્કેટમાં મહિલાને તેમના પતિએ હાથના ભાગે ધારીયુ મારી દેતા તેમને ઇજાગ્રસ્તમાં હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.આ મામલે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ,મોરબી રોડ પર બેડી ગામે રહેતા મીનાબેન પ્રકાશભાઇ મહાલીયાએ તેમના પતિ પ્રકાશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મીનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા લગ્ન 23 વર્ષ પહેલા પ્રકાશભાઇ ખેગારભાઇ મહાલીયા સાથે થયેલ છે.જે વિજયનગર નવા થોરાળા રાજકોટ ખાતે રહે છે.પતિ છેલ્લા દોઢેક મહીનાથી અલગ રહે છે.
ગઇ તા.05/08ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં હું તથા મારી દીકરી અમો બન્ને બેડી ગામમાં આવેલ મેઇન રોડ પર શાક બકાલાની માર્કેટમાં શાકભાજી ખરીદી કરી અમારા ઘર તરફ આવતા હતા.ત્યારે 2સ્તામાં મારા પતિ પ્રકાશભાઇ ભેગા થઈ ગયા હતા અને તેમના હાથમાં ધારીયા જેવુ હથીયાર હતું અને મારા પતિ પ્રકાશભાઇ મને કહેવા લાગ્યા કે કેમ તુ અહી રહેવા આવી ગઈ તેમ કહી મારી સાથે બોલાચાલી કરવા લાગેલ હતા અને તેમના હાથમાં રહેલ ધારીયા જેવા હથીયારથી મને માર મારતા મને જમણા હાથના ખભાના ભાગે તથા જમણા હાથના કોણીના ભાગે તથા જમણા હાથના પોચાના ભાગે ગંભીર ઇજા થયેલ હોય જેથી ત્યા હાજર મારી દિકરીએ 108 માં ફોન કરતા 108 આવી જતા મને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરી હતી.પોલીસ તપાસમાં આ બનવાનુ કારણ એવું જાણવા મળ્યું કે મારા પતિ પ્રકાશભાઇ મારાથી છેલ્લા દોઢેક મહીનાથી અમારાથી અલગ રહેતા હોય જેથી તે તેને સારુ નહી લાગતા તેમણે હુમલો કર્યો હતો.